Landslide In Yamunotri : યમુનોત્રીમાં થયું લેન્ડસ્લાઈડ, 1 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત
- ઈરાનથી વિધાર્થીઓ ભારતમાં વાપસી બંધ
- યમુનોત્રીના રસ્તા પર અચાનક લેન્ડસ્લાઈડની
- કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું
Landslide In Yamunotri : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના નૌકાંચીમાં યમુનોત્રીના રસ્તા પર અવરજવર (Landslide In Yamunotri)બંધ કરવામાં આવી છે.સોમવારે બપોરના સમયે યમુનોત્રીના રસ્તા પર અચાનક લેન્ડસ્લાઈડની ઘટના બની છે. આ જોતા કેટલાક શ્રદ્ધાળુઓએ ભાગદોડ કરીને પોતાના જીવ બચાવ્યા છે.ત્યારે કેટલાક લોકો આ વિસ્તારમાં ફસાઈ ગયા છે.મળતી માહિતી મુજબ એક શ્રદ્ધાળુ લેન્ડસ્લાઈડના કારણે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 લોકો કાટમાળ નીચે ફસાયા છે.
રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી
સ્થાનિક અધિકારીઓએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વિસ્તારના કમિશનરે વધુ જાણકારી આપતા જણાવ્યું કે યમુનોત્રીના રસ્તા પર લેન્ડસ્લાઈડની જાણકારી આજે બપોરના સમયે થઈ હતી, તાત્કાલિક રેસ્ક્યુની ટીમ પહોંચી છે અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકોની અવરજવર હાલમાં બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો-Delhi Rain: દિલ્હીમાં ચોમાસુ પહોંચવાની તૈયારીમાં, યલો એલર્ટ જાહેર
ચારધામ યાત્રા 30 એપ્રિલથી કરવામાં આવી
જિલ્લા અધિકારીએ જણાવ્યું કે યમુનોત્રી ધામ જવાના રસ્તા પર નોકેંચીમાં લેન્ડસ્લાઈડની ઘટના બની છે. જેમાં એક શ્રદ્ધાળુ ઘાયલ થયો છે. આ ઘાયલ થયેલો શ્રદ્ધાળુ મુંબઈનો રહેવાસી છે. હાલમાં તેને સારવાર માટે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર SDRF, NDRF, પોલીસ અને તંત્રના લોકો રાહત કામગીરીમાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ ગઈ હતી અને ત્યારબાદ 2 મેએ કેદારનાથ અને 4 મેએ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે દેવોની નગરી ઉત્તરાખંડમાં પહોંચી રહ્યા છે.