Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand : કલયુગી પુત્રની હૈવાનિયત! પોતાની જ જનેતાની હત્યા કરી મૃતદેહને બાથરૂમમાં...

ઉત્તરાખંડમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લાનો આ કિસ્સો દર્શાવે છે કે કલયુગના પુત્રો કેટલા ક્રૂર હોઈ શકે છે. આ કિસ્સામાં કલયુગી પુત્રએ તેની જ માતાની નિર્દયતાથી હત્યા કરી છે. તેટલું જ નહીં પરંતુ પોતાની માતાની હત્યા કર્યા...
uttarakhand   કલયુગી પુત્રની હૈવાનિયત  પોતાની જ જનેતાની હત્યા કરી મૃતદેહને બાથરૂમમાં
Advertisement

ઉત્તરાખંડમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લાનો આ કિસ્સો દર્શાવે છે કે કલયુગના પુત્રો કેટલા ક્રૂર હોઈ શકે છે. આ કિસ્સામાં કલયુગી પુત્રએ તેની જ માતાની નિર્દયતાથી હત્યા કરી છે. તેટલું જ નહીં પરંતુ પોતાની માતાની હત્યા કર્યા બાદ તેમની લાશ બાથરૂમમાં મૂકીને તે નરાધમ ભાગી ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલા અંગે ફરિયાદ નોંધીને મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

માતાની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આજના આ સમયમાં આ કલયુગી પુત્રએ કોઈ વિચારી પણ ન શકે તેવું કૃત્ય પોતાની જનેતા માં સાથે આચર્યું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ કરીને આરોપીને ઝડપ્યો હતો. જેના આરોપીએ પોતે કરેલા ગુનાની વિગતવાર માહિતી આપી હતી. જે ખરેખર ચોંકાવનારી છે. પૌરીના થાલીસૈનના ગડકોટ ગામમાં પુત્રએ તેની માતા પર લાકડાના મોટા ટુકડાથી હુમલો કરીને તેની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, 32 વર્ષીય અનિલ ઢોંડિયાલ સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. જ્યારે તેની પત્નીએ દરમિયાનગીરી કરી તો અનિલે તેને પણ માર માર્યો હતો. આ પછી ઘરમાં રાખેલા લાકડાના મોટા ટુકડાથી માતાના માથા પર અનેક વાર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે માતાનું મૃત્યુ થયું હતું.

Advertisement

માતાના મૃતદેહને બાથરૂમમાં જ છોડી દીધી

આ નરાધમ પુત્રએ પોતાના માતાની હત્યા કર્યા બાદ માતાના મૃતદેહને બાથરૂમમાં જ છોડી દીધી હતી. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : DELHI : ઓલ્ડ રાજેન્દ્રનગરની દુર્ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓની થઈ ઓળખ, જાણો કોણ હતા આ વિદ્યાર્થીઓ...

Tags :
Advertisement

.

×