Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાકુંભમાં લોકડાઉન! રેલવે સ્ટેશન, હાઇવે સહિતના તમામ માર્ગો બંધ, ભાગદોડ બાદ નિર્ણય

મહાકુંભમાં ભાગદોડ બાદ ક્રાઉડ મેનેજમેન્ટ માટે તંત્ર હાઇ એલર્ટ મોડમાં છે. પ્રયાગરાજની સીમામાં એન્ટર થતા પહેલા જ વાહનોને બૈરિકેડ લગાવીને અટકાવવામાં આવી રહ્યા છે.
મહાકુંભમાં લોકડાઉન  રેલવે સ્ટેશન  હાઇવે સહિતના તમામ માર્ગો બંધ  ભાગદોડ બાદ નિર્ણય
Advertisement
  • પ્રયાગરાજમાં આવતા તમામ રોડ રસ્તાઓ બંધ કરી દેવાયા
  • કુંભની અંદર છે તે અંદર અને બહાર છે તે બહાર જ રહેશે
  • સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સરકારનો નિર્ણય

પ્રયાગરાજ : મહાકુંભમાં ભાગદોડ બાદ ક્રાઉડ મેનેજમેન્ટ માટે તંત્ર હાઇ એલર્ટ મોડમાં છે. પ્રયાગરાજની સીમામાં એન્ટર થતા પહેલા જ વાહનોને બૈરિકેડ લગાવીને અટકાવવામાં આવી રહ્યા છે. પછી તે રાયબરેલી તરફથી આવતા હોય કે ભદોહી તરફથી આવતા હોય. આ ઉપરાંત દારગંજ રેલવે સ્ટેશન સંપર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે.

પ્રયાગરાજમાં ભાગદોડથી તમામ તંત્ર સતર્ક

પ્રયાગરાજમાં ભાગદોડ બાદ તંત્ર વધારે સતર્કતા વરતી રહ્યું છે. આ કડીમાં તંત્રએ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને દારાગંજ રેલવે સ્ટેશ સંપુર્ણ બંધ કરી દીધું છે. આ સાથે જ નવા બનેલા જંક્શનને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મૌની અમાવસ્યાના અમૃત સ્નાનના કારણે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ તરફ જઇ રહ્યા છે. જ્યારે ભાદોહી સીમા પર શ્રદ્ધાળુઓ રોકવામાં આવી રહ્યા છે. અસ્થાઇ રીતે બનાવાયાલે હોલ્ડિંગ એરિયામાં તેમને રોકવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Mahakumbh Stampede Incident LIVE : એક મહિલાએ કહ્યું - અમુક લોકો ધક્કામુક્કી દરમિયાન હસી રહ્યા હતા

Advertisement

લોકો ઘરે જવા માટે રઝળપાટ

જો કે આ બધા વચ્ચે મહાકુંભ જનારા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રયાગરાજની તરફથી જનારા દરેક રસ્તા પર બૈરિકેડિંગ લગાવીને ટોળાને કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચંદૌલી વગેરે રેલવે સ્ટેશન જનારી તમામ મેલા સ્પેશિલયલ ટ્રેનોને હાલ અટકાવી દેવામાં આવી છે.

પ્રયાગરાજના તમામ રેલવે સ્ટેશન-હાઇવે બંધ

અહીં દારાગંજ રેલવે સ્ટેશ અને સંગમ જંક્શન સ્ટેશન બંધ કરવાના સવાલ અંગે તંત્રએ કહ્યું કે, આ પૂર્વથી નિર્ધારિત હતું. જે દિન શાહી સ્નાન અમૃત સ્નાન થશે તેના માટે એક દિવસ પહેલાઅને બે દિવસ બાદ સુધી સ્ટેશન બંધ રહેશે. બાકી સમય યથાવત્ત ચાલતા રહેશે.

આ પણ વાંચો : Mahakumbh Stampede: જાણો કેમ મહાકુંભમાં આ જગ્યાએ થાય છે સૌથી વધુ ભીડ

રેલવે સ્ટેશન બંધ યાત્રી પરેશાન

હાલમાં મૌની અમાવસ્યાને ધ્યાને રાખીને 28 થી 5 ફેબ્રુઆરી સુધી સુધી ઉક્ત રેલવે સ્ટેશન બંધ રાખવામાં આવશે. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવા માટે સ્ટેશનના મુખ્ય દ્વાર પર સીઆરપીએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સાથે જ સ્ટેશનના મુખ્ય દ્વાર પર નોટિસ ચોટાડી દીધી છે જેમાં સ્ટેશન બંધ હોવાની માહિતી આપી દેવામાં આવી છે. આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રીઓને વૈકલ્પિક માર્ગથી પોતાની યાત્રા કરવી પડી રહી છે.

આ પણ વાંચો : Mahakumbh : રડતા રડતા એક મહિલાએ કહ્યું, કેટલાક લોકો ધક્કામુક્કી કરતા સમયે હસી રહ્યા હતા

Tags :
Advertisement

.

×