Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ECI નો મોટો નિર્ણય, બંગાળમાં CAPFની વધુ 100 કંપનીઓ ચૂંટણી ફરજ પર કરાશે તૈનાત

ECI  : ચૂંટણી પંચે આજે 9 એપ્રિલ ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી લોકસભાની ચૂંટણીઓ (Lok Sabha Election) કરાવવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF) ની વધુ 100 કંપનીઓ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચ (ECI)ના નિર્દેશો પર...
eci નો મોટો નિર્ણય  બંગાળમાં capfની વધુ 100 કંપનીઓ ચૂંટણી ફરજ પર કરાશે તૈનાત
Advertisement

ECI  : ચૂંટણી પંચે આજે 9 એપ્રિલ ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી લોકસભાની ચૂંટણીઓ (Lok Sabha Election) કરાવવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF) ની વધુ 100 કંપનીઓ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચ (ECI)ના નિર્દેશો પર ગૃહ મંત્રાલય દ્વારા CRPF ની 55 કંપનીઓ અને BSF ની 45 કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. અધિકારીઓને પશ્ચિમ બંગાળમાં CAPF ની વધારાની 100 કંપનીઓને તેનાત કરવા 15 એપ્રિલ અથવા તે પહેલાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

Advertisement

TMC ના નેતાઓ ચૂંટણી પંચ (ECI)ને મળ્યા હતા

આ પહેલા સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓએ ફરી એકવાર બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે ડેરેક ઓ બ્રાયન,ડોલા સેન,સાકેત ગોખલે અને સાગરિકા ઘોષ સહિતના ટીએમસી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ (ECI)ને તેમની માંગણીઓ સાથે મળ્યું હતું. આ દરમિયાન ટીએમસીના પ્રતિનિધિમંડળે માંગ કરી હતી કે સીબીઆઈ, એનઆઈએ, ઈડી અને ઈન્કમ ટેક્સ વિભાગના વડાઓને બદલવા જોઈએ. તે જાણીતું છે કે ટીએમસી સતત આરોપ લગાવી રહી છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભાજપની આગેવાની હેઠળના કેન્દ્રના ઇશારે વિરોધ પક્ષોને નિશાન બનાવી રહી છે.

Advertisement

NIA ની ટીમ પર હુમલો થયો હતો

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIA ના અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022ના બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું. આ ઘટનામાં એક અધિકારી ઘાયલ થયા હતા.

આ  પણ  વાંચો - ELECTION INK : લોકસભા ચૂંટણીમાં કેટલી ઈલેક્શન ઇન્ક સપ્લાય કરવામાં આવી ?

આ  પણ  વાંચો - Uttarakhand : તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, 16 થી વધુ કેસોમાં હતો આરોપી…

આ  પણ  વાંચો -Cleveland : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, છેલ્લા એક મહિનાથી હતો ગુમ…

Tags :
Advertisement

.

×