લખનૌમાં મોટી દુર્ઘટના ટળી, Indigo ફ્લાઈટની કેમ રનવે પર લગાવવી પડી ઈમરજન્સી બ્રેક?
- લખનૌ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટની દુર્ઘટના ટળી (Lucknkow Ingdigo Flight)
- ટેકઓફ પહેલા જ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
- પાયલટની સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી
- ફ્લાઈટમાં સાંસદ ડિમ્પલ યાદવ સહિત 151 મુસાફર હતા સવાર
Lucknkow Ingdigo Flight : શનિવારે સવારે લખનૌ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે ટેકઓફ પહેલા જ ઈન્ડિગોની એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. વિમાન રનવે પર ઝડપથી દોડી રહ્યું હતું ત્યારે પાયલટે અચાનક બ્રેક લગાવી, જેનાથી 151 મુસાફરોના જીવ બચી ગયા. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ પણ આ મુસાફરોમાં સામેલ હતા.
આ આખી ઘટના થોડીક સેકન્ડમાં બની હતી. જો પાયલટે સમયસર ઈમરજન્સી બ્રેક લગાવી ન હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત. એરપોર્ટ અધિકારીઓએ પાયલટની સતર્કતાની પ્રશંસા કરી, જેના કારણે બધા મુસાફરો સુરક્ષિત રહ્યા.
ब्रेकिंग...बड़ा हादसा टला |
लखनऊ से दिल्ली जा रही इंडिगो फ्लाइट रनवे पर तेज़ रफ्तार के बाद भी उड़ान नहीं भर सकी।
कैप्टन ने सूझबूझ से विमान को रनवे के अंतिम छोर से पहले रोका।सपा सांसद डिंपल यादव समेत 151 यात्री थे सवार। सभी सुरक्षित।#LucknowAirport #IndiGo #BreakingNews pic.twitter.com/XO53Ubsna3
— Rizwan रिज़वान (@RealRizwan01) September 14, 2025
ટેકનિકલ ખામીને કારણે આ પ્લેનની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરોને બીજા પ્લેન દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, એરપોર્ટ કામગીરી પણ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી, પરંતુ ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ ગયું.
સવારે 10.55 વાગ્યાની આસપાસ બની ઘટના (Lucknkow Ingdigo Flight)
આ ઘટના શનિવારે સવારે 10:55 વાગ્યાની આસપાસ બની હતી. પ્લેન સવારે 11:00 વાગ્યે ટેકઓફ થવાનું હતું અને બપોરે 12:10 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિગો એરલાઈન્સે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને રોકવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો : PM Modi Assam Visit: 'હું શિવનો ભક્ત, બધુ ઝેર ગળી જાઉં છું...', આસામની રેલીમાં PM Modi એ કહ્યું


