Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lungs Viral Video: દરરોજ એક Cigarette નું Box ખાલી કરવાથી જુઓ ફેફસાની કેવી હાલાત થાય છે!

Lungs Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેફસાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ફેફસાને જોઈને દરેક લોકો સ્તંભ થઈ ગયા છે. જોકે આ વિડીયોમાં દેખાડવામાં આવેલા ફેફસા એક મૃતક વ્યક્તિના છે. આ વ્યક્તિનું મોત હદથી વધારે...
lungs viral video  દરરોજ એક cigarette નું box ખાલી કરવાથી જુઓ ફેફસાની કેવી હાલાત થાય છે
Advertisement

Lungs Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેફસાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ફેફસાને જોઈને દરેક લોકો સ્તંભ થઈ ગયા છે. જોકે આ વિડીયોમાં દેખાડવામાં આવેલા ફેફસા એક મૃતક વ્યક્તિના છે. આ વ્યક્તિનું મોત હદથી વધારે પ્રમાણમાં Cigarette પીવાને કારણે થયું હતું.

  • Cigarette ના કારણે હ્રદયદ્રાવક મોત નિપજ્યું

  • Lungs અંદરથી એકદમ કાળા અને સંકોચાય ગયા

  • ફેફસાની અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો

ત્યારે આ જો તમે પણ Cigarette પીવાનું વ્યસન ધરાવો છો, તો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જ જરૂરી છે. અને વહેલી તકે Cigarette પીવાનું છોડી દેવું જોઈએ. નહીંતર આ વ્યક્તિનું જે રીતે Cigarette ના કારણે હ્રદયદ્રાવક મોત નિપજ્યું છે. તેવી જ રીતે તમારું પણ મોત થઈ શકે છે. આ મૃતક વ્યક્તિના ફેફસા દર્શાવે છે. દરરોદ એક કરતા વધારે Cigarette પીવાને કારણે Lungs ની હાલાત કેટલી ખરાબ થાય છે.

Advertisement

Lungs અંદરથી એકદમ કાળા અને સંકોચાય ગયા

Advertisement

જોકે આ વ્યક્તિની ઉંમર 52 વર્ષ હતી. આ છેલ્લા 30 વર્ષથી દરરોજ એક Cigarette નું પેકેટ ખાલી કરતો હતો. ત્યારે આ વ્યક્તિના ફેફસાની હાલાત શરીર અંદરથી એ સ્તરે ખરાબ થઈ ગઈ હતી કે, Lungs અંદરથી એકદમ કાળા અને સંકોચાય ગયા હતાં. તે ઉપરાંત દરરોજ Cigarette પીવાને કારણે Lungs ની પહોળાઈમાં પણ વધારો થવા લાગે છે. તેના કારણે છાતીના દુખાવા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

ફેફસાની અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો

તો આ 52 વર્ષની વ્યક્તિનું મોત દરરોજ એક Cigarette ના પેકેટ ખાલી કરવાને કારણે થયું છે. તે ઉપરાંત આ વ્યક્તિને છેલ્લા ઘણા મહિનાઓથી ફેફસાની અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો. પરંતુ આ વ્યક્તિના ફેફસા Cigarette પીવાને કારણે એ સ્તરે ખરાબ થઈ ગયા હતા કે, કોઈ પણ તબીબ સારવારના માધ્યમથી આ વ્યક્તિનો જીવ બચાવી શકે તેવી સ્થિતિમાં ન હતો.

આ પણ વાંચો: Auraiya Crime News: માતૃત્વ લજવાયું! સગી માતાએ 2 બાળકોને નદીમાં ફેંકી મારી નાખ્યા

Tags :
Advertisement

.

×