ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેવાસમાં ભયાનક આગ, પતિ-પત્ની અને 2 બાળકોના કરુણ મોત

મધ્યપ્રદેશના દેવાસ શહેરમાંથી શુક્રવારે રાત્રે ભયાનક ઘટના સામે આવી છે. નયાપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો જીવતા બળી ગયા હતા.
10:25 AM Dec 21, 2024 IST | Hardik Shah
મધ્યપ્રદેશના દેવાસ શહેરમાંથી શુક્રવારે રાત્રે ભયાનક ઘટના સામે આવી છે. નયાપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો જીવતા બળી ગયા હતા.
Madhya Pradesh Horrific fire Dewas tragic death

Madhya Pradesh Dewas Fire : મધ્યપ્રદેશના દેવાસ શહેરમાંથી શુક્રવારે રાત્રે ભયાનક ઘટના સામે આવી છે. નયાપુરા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો જીવતા બળી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં શોકની લાગણીઓ છે.

ઘટનાસ્થળે 4 જિંદગીઓ બળીને થઇ ખાખ

દેવાસના નયાપુરા શહેરમાં આવેલી આ બિલ્ડિંગના ભોંયરામાં દિનેશ નામના વ્યક્તિએ ડેરી ખોલી હતી. ઘરના બીજા માળે તે અને તેની પત્ની ગાયત્રી રહેતા હતા. અકસ્માત સમયે તેમના બે બાળકો ઈશિકા અને ચિરાગ પણ ઘરમાં હાજર હતા. મળતી માહિતી અનુસાર, રાત્રે અચાનક ડેરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે બિલ્ડિંગનો ઉપરનો માળ પણ આગની ઝપટમાં આવી ગયો હતો. ત્યાં રહેતા દિનેશ, તેમની પત્ની ગાયત્રી અને તેમના બે નાના બાળકો, ઈશિકા અને ચિરાગ, આગમાં ફસાઈ ગયા. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર પરિવાર આગની જ્વાળાઓથી બચી ન શક્યા.

આગના કારણોની તપાસ ચાલુ

પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. ડેરીમાં રહેલા બહુ સામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. આગના સમાચાર મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ, પરિવારના કોઈપણ સભ્યને બચાવી શકાયું નહીં.

આ પણ વાંચો: જયપુરમાં ભયાનક અકસ્માત, 40 ગાડીઓમાં લાગી આગ; 30થી વધુ લોકો દાઝ્યા

Tags :
Dewas tragic deathGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahMadhya Pradesh Dewas FireMadhya Pradesh Dewas Fire newsMadhya Pradesh Horrific fire
Next Article