MP : ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ, Video
- MP ના શિવપુરીમાં ફાઈટર પ્લેન ક્રેશ
- શિવપુરીના બહરેટા સાની ગામ પાસેનો બનાવ
- ફાઈટર જેટના બંને પાયલટ સુરક્ષિત
- પાયલટને સામાન્ય ઈજા થતા સારવાર માટે ખસેડાયા
- ખેતરમાં ક્રેશ થતા જ આગ લાગી
- ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી મદદ માટે આવ્યા
MP Air Force Fighter Plane Crashes : મધ્યપ્રદેશથી એક મોટા અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું. વિમાનનો કાટમાળ ખેતરમાં મળી આવ્યો હતો.
ખેતરમાં ક્રેશ થતા જ આગ લાગી
જણાવી દઇએ કે, મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બંને પાયલોટ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હેલિકોપ્ટર એક ખેતરમાં ક્રેશ થયું, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ. ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાયલોટ્સને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, નરવર તાલુકાના દબરાસાની ગામમાં ગુરુવારે બપોરે એક સેનાનું હેલિકોપ્ટર ખેડૂતોના ખેતરોમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર બળીને રાખ થઈ ગયું છે. જોકે, હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ કહી રહ્યા છે કે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી.
પાયલોટ ગંભીર રીતે થયો ઘાયલ
અકસ્માત બાદ પાયલોટ વિમાનમાંથી બહાર નીકળ્યો. પાયલોટનો જીવ બચી ગયો, પણ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિમાન ક્રેશ થયા બાદ, નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. સુનારી ચોકીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમજ, વાયુસેનાના જવાનો પણ ત્યાં પહોંચી ગયા છે અને તેમણે પાયલોટને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, આજે શિવપુરી નજીક એક ટ્વીન-સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માતના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 45ના મોત, ક્રેશ લેન્ડિંગનો LIVE VIDEO