Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Madhya Pradesh Rain : અત્યાર સુધીમાં 252 વ્યક્તિના મોત, 3,628 લોકોનું રેસ્ક્યુ કરાયું

Madhya Pradesh Rain : મધ્યપ્રદેશમાં ભારે વરસાદ (Madhya Pradesh Rain)અટકવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા 40 દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગમાં ભારે વરસાદ વરસવાના આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોના મોત થઈ...
madhya pradesh rain   અત્યાર સુધીમાં 252 વ્યક્તિના મોત  3 628 લોકોનું રેસ્ક્યુ કરાયું
Advertisement

Madhya Pradesh Rain : મધ્યપ્રદેશમાં ભારે વરસાદ (Madhya Pradesh Rain)અટકવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા 40 દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગમાં ભારે વરસાદ વરસવાના આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 432 પશુઓના (MP rain loss of life)પણ વરસાદના કારણે મોત થયા છે, જ્યારે 3,600થી વધારે લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યા છે.

53 રાહત શિબિરમાં 3,065 લોકોને રાખવામાં આવ્યા

મુખ્યપ્રધાન મોહન યાદવે (Mohan Yadav)રાજ્યમાં અતિવૃષ્ટિ (relief camp )અને પૂરના કારણે બનેલી સ્થિતિ અને રાહત તથા બચાવ કામગીરીના સંબંધમાં જિલ્લા કલેક્ટરોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી, જેમાં મુખ્યપ્રધાનને જાણકારી આપવામાં આવી કે અતિવૃષ્ટિવાળા જિલ્લામાં અત્યાર સુધીમાં 3,628 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હાલમાં 53 રાહત શિબિરમાં 3,065 પ્રભાવિત લોકોને રાખીને તેમને તમામ પ્રકારની જરૂરી મદદ, જમવાનું, દવાઓ, કપડા વગેરે પુરૂ પાડવામાં આવ્યું.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Corruption Case : AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે CBIને કોઈ પુરાવા ના મળ્યા,કોર્ટે કેસ કર્યો બંધ 

અત્યાર સુધીમાં 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું

બેઠકમાં મુખ્યપ્રધાન મોહન યાદવે (Mohan Yadav)અધિકારીઓને નિર્દેશ આપ્યા કે અતિવૃષ્ટિ કે પુર પ્રભાવિતોને કોઈ પણ મુશ્કેલી ના પડે અને ઝડપી જ સર્વે પૂર્ણ કરીને પીડિતોને તેમના નુકસાનની ભરપાઈ કરવામાં આવે. બેઠક બાદ મુખ્યપ્રધાન ડો.યાદવે જણાવ્યું કે ભારે વરસાદને જોતા NDRFની ટીમને ભોપાલ, ગ્વાલિયર, જબલપુર અને ધારમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે SDRFને રાજ્યભરમાં સંવેદનશીલ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે.

આ પણ  વાંચો -બિહારમાં ચૂંટણી પહેલા CM નીતીશકુમારનું શિક્ષકોની બમ્પર ભરતીનું એલાન

252 લોકોના થયા મોત

રાજ્ય સરકાર મુજબ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોના મોત થયા છે, તેમાં ભારે વરસાદથી 47, નદી-નાળામાં ડુબવાથી 132, આકાશી વીજળીથી 60 અને દીવાલ-મકાન ધરાશાયી થવાથી 13 લોકોના મોત થયા છે. આ સિવાય 432 પશુઓને નુકસાન પહોંચ્યું અને 1200 મરઘીના મોત થયા છે. બચાવ અને રાહત ટીમ દ્વારા 432 રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યા છે, જેમાં 3,628 નાગરિકો અને 94 પશુઓને જીવિત બચાવવામાં આવ્યા છે. આ સિવાય વરસાદથી 2400થી વધુ મકાનને નુકસાન પહોંચ્યું છે.

Tags :
Advertisement

.

×