Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં ભયંકર આગ, ફાયર બ્રિગેડની ઘટના સ્થળે
- પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગની ઘટના
- મહાકુંભનગરના સેક્ટર-5માં લાગી વિકરાળ આગ
- ફાયર બ્રિગેડની ટીમો આગ બૂઝાવવા કામે લાગી
- શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચે લાગી છે આગ
Mahakumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભ (Mahakumbh2025)નો મેળો ચાલી રહ્યો છે.ત્યારે મહાકુંભ મેળા ક્ષેત્રના ટેંટમાં આગ (Fire Brigade) લાગી હોવાનું સામે આવ્યું છે. અનેક ટેંટ બળીને ખાખ થઇ ગયા છે. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. શાસ્ત્રીપુલ પાસે ભયંકર આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 5 કેમ્પમાં ભીષણ આગ લાગી છે. એટલી મોટી આગ લાગી છે કે ભીષણ આગાના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
ફાયર બ્રિગેડની ટીમો આગ બૂઝાવવા કામે લાગી
જો કે ફાયર ફાઇટર દ્વારા સતર્કતા દાખવતા હાલમાં આગ પર કાબૂ મેળવવામાં (Prayagraj Kumbh Mela)આવ્યો છે. રેલવે પુલની નીચે આવેલા ટેંટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ સામે આવ્યુ નથી. પરંતુ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો (Mahakumbh 2025)હોવાની આશંકા છે. સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot.
More details awaited. pic.twitter.com/dtCCLeVIlN
— ANI (@ANI) January 19, 2025
આ પણ વાંચો-ગુજરાતના વધુ એક IPSને કેન્દ્રમાં મોટી જવાબદારી, ACBના DGP ડૉ. શમશેર સિંઘ બન્યા BSFના ADG
શોર્ટ સર્કિટને કારણે લાગી આગ
એવું કહેવાય છે કે શોર્ટ સર્કિટને કારણે મંડપમાં આગ લાગી હતી. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ, મંડપનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. એવું કહેવાય છે કે તે એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી.
Prayagraj માં મહાકુંભ મેળામાં આગની ઘટના
મહાકુંભનગરના સેક્ટર-19માં લાગી વિકરાળ આગ#Mahakumbh2025 #Prayagraj #KumbhMela #Fire #FireIncident #BreakingNews #GujaratFirst pic.twitter.com/uJue4AUKcV— Gujarat First (@GujaratFirst) January 19, 2025
આ પણ વાંચો-Bihar News: કટિહારમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 3 લોકોના મોત બચાવ કામગીરી શરૂ
સુરક્ષાના ભાગરૂપે આસપાસના ટેન્ટ ખાલી કરાયા
મહત્વનું છે કે આ વીઆઇપી ટેન્ટ છે જેમાં આગ લાગી છે. આગ પર કાબૂ તો મેળવી લેવાયો છે પરંતુ સુરક્ષાના ભાગરૂપે આસપાસના ટેન્ટ ખાલી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભ એ વૈશ્વિક અવસર છે. વિશ્વ ભરમાંથી કરોડોની સંખ્યામાં અહીં લોકો આવી પહોંચ્યા છે. કરોડોની સંખ્યામાં લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. હાલ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આજે વળી રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. પરિણામે આગ પર યુદ્ધના ધોરણે કાબૂ મેળવી લેવાયો હતો.


