MahaKumbh: 4 વર્ષ ગર્લફ્રેંડ સાથે રહ્યા IIT બાબા અભય સિંહ અને...
- IIT બાબા અભયસિંહ હાલ સોશિયલ મીડિયામાં છવાયેલા છે
- IIT માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કર્યા બાદ બની ગયા સાધુ
- મહાકુંભમાં સૌથી વધારે સમાચારો મેળવનારા લોકો પૈકી એક
IIT Baba Abhay Singh Girlfriend : આઇઆઇટી બાબાની સૌથી મોટી ખાસિયત છે કે તેઓ કોઇ પણ મામલે વાત કરવામાં ક્ષોભ નથી રાખતા. એક ટીવી ઇન્ટરવ્યું દરમિયાન તેમણે પોતાની ગર્લફ્રેન્ડ અંગે પુછવામાં આવ્યું તો તેમણે બેઝીઝક રીતે તે અંગે માહિતી આપી હતી.
આઇઆઇટી બાબા અભયસિંહ ખુબ જ ચર્ચામાં છે
IIT baba Abhay Singh Mahakumbh : પ્રયાગરાજ મહાકુંભમાં હાલ આઇઆઇટી બાબા અભય સિંહ ખુબ ચર્ચામાં છે. તેઓ હાલ સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે. પોતાના જીવન અંગે લોકોને જણાવી રહ્યા છે. અભય સિંહ આઇઆઇટી બોમ્બેમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના પૂર્વ વિદ્યાર્થી છે. હરિયાણાથી આવનારા આ બાબાએ પોતાના અનોખા દ્રષ્ટિકોણથી મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. તેઓ આરેખો અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરીને જટિલ આધ્યાત્મિક અવધારણાઓને સરળ બનાવે છે.
આ પણ વાંચો : દેશ માટે ઘાતક છે કઠમુલ્લા, પોતાના નિવેદન પર અટલ છે જસ્ટિસ શેખર યાદવ, CJI ને લખ્યો પત્ર
તેઓ ખુલ્લા મને વાત કરે છે
આઇઆઇટી બાબાની સૌથી મોટી ખાસિયત છે કે તેઓ કોઇ પણ મુદ્દા પર વાત કરવામાં ખચકાતા નથી. એક ટીવી ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે તેમની ગર્લફ્રેંડ અંગે પુછવામાં આવ્યું તો તેમને દરેક બાબતે સ્પષ્ટ જવાબો આપ્યા. આઇઆઇટી બાબા જણાવે છે કે, તેઓ આશરે ચાર વર્ષ સુધી પોતાની ગર્લફ્રેંડની સાથે હતા. તેમણે અલગ થવાનું કારણ પણ જણાવ્યું હતું.
અભયસિંહ બાબાના પરિવારમાં પણ હતા અનેક ઝગડા
એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે પોતાના પરિવાર અને અંગત જીવન અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમના પરિવારમાં ખુબ ઝગડા થતા હતા. તેમના માતા-પિતા આંતરિક રીતે ખુબ જ લડતા હતા. જેના કારણે તેમને અભ્યાસમાં પણ અનેક સમસ્યાઓ આવી હતી. તેમણે ત્યાર બાદ આ વિષય પર એક ફિલ્મ પણ બનાવી હતી. અભય સિંહ જણાવે છે કે ચાર વર્ષો સુધી રિલેશનશિપમાં પણ રહ્યા હતા.
આ પણ વાંચો : 8મા પગાર પંચની રચના ક્યારે થશે?, ક્યારે લાગુ થશે - જાણો સંપુર્ણ માહિતી
માનસિક ટ્રોમામાં જતા રહ્યા બાદ આધ્યાત્મથી પરત ફર્યા
ફિલ્મ બનાવ્યા બાદ હું ટ્રોમામાં જતો રહ્યો હતો. ત્યાર બાદ મને કંઇ જ અનુભવાતું નહોતું. મને લગ્ન અને પરિવાર વસાવવાનું મન નહોતું. મે પોતાની ગર્લફ્રેંડને તે અંગે જણાવ્યું અને અમે બંન્ને અલગ થઇ ગયા. અભયસિંહે કહ્યું કે, હવે તેના લગન થઇ ચુક્યા છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કેમ છોડી દીધો, તો જુના અખાડા સાથે જોડાયેલા એન્જીનિયર બાબાએ એએનઆઇને કહ્યું કે, હું હરિયાણાથી આવુ છું. મે આઇઆઇટીમાં એડમિશન લીધી. ફરી એન્જીનિયરિંગથી આર્ટ્સમાં દાખલો લીધો, પરંતુ તેઓ પણ કામ નથી આવ્યું. એટલા માટે હું સતત ફેરફાર કરતો રહ્યો અને બાદમાં તેઓ અંતિમ સત્ય પર પહોંચ્યો.
અનેક અવાંછિત બાબતો મળે છે છુટકારો
બાબા કહ્યું કે, ફરી મે શોધખોળ શરૂ કરી. સંસ્કૃત કઇ રીતે લખી અને રચાઇ ગઇ અને સંસ્કૃતને તેટલો ખાસ બનાવ્યો છે. મારા મનના જ્ઞાનની ખોજ હતી. પછી તે બદલી ગયો. પછી સવાલ હતો કે મગજ કઇ રીતે કામ કરે છે અને તમે અવાંછિત વિચારોથી કઇ રીતે છુટકારો મેળવે છે.
આ પણ વાંચો : Share Market Closing: સતત ત્રણ દિવસ તેજી બાદ ફરી શેરબજારમાં કડાકો!


