મહાકુંભ-વકફ વિવાદ, CM યોગીએ કહ્યું જમીન પર દાવો કરનારાઓની ખેર નથી
- વકફે કોઇની જમીન હડપી હશે તો તેઓને લોહીના આંસુએ રડાવીશ
- વકફ અંગે અમારી સરકાર એક નવો કાયદો લાવી છે તેનો અમલ શરૂ થશે
- સનાતન સંસ્કૃતિ અન્ય મજહબો કરતા લાખો વર્ષ જુની સંસ્કૃતિ છે
પ્રયાગરાજ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ભારતની સનાતન ધર્મની જો માન્યતા છે તે વિશ્વની સૌથી પ્રાચિક સંસ્કૃતિ છે. જેની તુલના કોઇ પણ ધર્મ કે સંપ્રદાય સાથે થઇ શકે નહીં. હજારો વર્ષોની વિરાસત છે. તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજન પણ તેટલા જ પ્રાચીન છે. આકાશ કરતા પણ ઉંચી સનાતનની પરંપરા છે તેની કોઇ સાથે તુલના કરી શકાય નહીં.
વકફ બોર્ડની ઝાટકણી કાઢી
વકફ બોર્ડના નામે જમીન પર કબ્જાના મામલે મુખ્યમંત્રી આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, તે સમજવું મુશ્કેલ છે કે, વકફ બોર્ડ છે કે ભૂમાફિયાઓનું બોર્ડ છે. અમારી સરકારે વકફ અધિનિયમમાં સંશોધન કર્યું છે અને એક એક ઇંચ જમીનની તપાસ ચાલી રહી છે. જે લોકોએ વકફના નામે જમીન હડપી છે, તેમની પાસેથી જમીન પરત લેવામાં આવશે અને ગરીબો માટે આવાસ, શિક્ષણ સંસ્થા અને હોસ્પિટલ બનાવવામાં આવશે. કુંભની જમીન પર દાવો કરનારાઓ પોતાની ખાલ બચાવે બસ. કુંભની પરંપરા વકફની સ્થાપના કરતા પણ ઘણુ જુનુ છે. સનાતન ધર્મની ઉંચાઇ આકાશ કરતા પણ ઉંચી અને સમુદ્ર કરતા પણ ઉંડી છે. તેની તુલના કોઇ મજહબ સાથે કરી શકાય નહીં.
આ પણ વાંચો : ભાણીએ ભાગીને લગ્ન કર્યા, ગુસ્સે ભરાયેલા મામાએ રિસેપ્શનના ભોજનમાં ઝેર ભેળવી દીધું
શું છે મહાકુંભનું મહત્વન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક ખાનગી સમાચાર ચેનલ સાથે મહાકુંભ મહા સમ્મેલન નામના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. યોગીએ કહ્યું કે, દેવાસુર સંગ્રામ બાદ અમૃતના ટીપા જે ચાર સ્થળ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા હતા. આ સ્થળ પર કુંભનું આયોજન ભારતના જ્ઞાન, ચિંતન અને સામાજિક દિશાન નિશ્ચિત કરવાની તક છે. મહાકુંભ માત્ર ધાર્મિક આયોજન નથી. પરંતુ તે ભારતના આધ્યાત્મિક વારસા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે.
વિદેશીઓનું એઠુ ખાનારા બદનામ કરી રહ્યા
સીએમ યોગીએ કહ્યું કે, વિદેશીઓનું એઠુ ખાનારા લોકો અમને બદનામ કરી રહ્યા છે. દેશમાં જાતિવાદનું ઝેર ભેળવીને પોતાના રાજનીતિક રોટલી શેકવા માંગે છે. જો કે દેશની જનતા હવે જાગૃત થઇ ચુકી છે. સનાતન ધર્મ હંમેશા શિખર પર રહ્યો છે. હિંદુ એકતા અને રાષ્ટ્રીય એકતા એક બીજાના પુરક રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે જ્યારે આપણે વહેંચાયાા ત્યારે ત્યારે કપાયા છીએ. એક છીએ ત્યાં સુધી અજેય છીએ. એટલા માટે જ હું અપીલ કરીશ કે સર્વ સમાન એક વસ્તુ યાદ રાખે કે આપણે હિંદુ છીએ. જાતીના નામે વહેંચાશો નહીં. અનેક શક્તિઓ ભારતને નબળું પાડવાના પ્રયાસો કરી રહી છે. જો કે જનતા હવે જાગૃત થઇ ચુકી છે. આજે યુપીમાં લોકો નહીં પરંતુ માફીયા અને ગુનેગારો પલાયન થઇ રહ્યા છે.
આ પણ વાંચો : Maha Kumbh 2025 : સંગમમાં ડૂબકી લગાવશે સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ


