CM બનતા જ દેવેન્દ્ર ફડણવીસનુ મોટું એલાન, લાડલી બહેન યોજનામાં વધારવામાં આવશે રૂપિયા
Maharashtra CM Devendra Fadanvis : મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનામાં સ્ત્રીઓને મળતી રકમમાં વધારો કરવાનો પ્લાન બનાવી રહી છે. 1500 રૂપિયાથી વધારીને આ રકમ 2100 રૂપિયા કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદના શપથ બાદ આ મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે ચર્ચા આગામી બજેટ સત્રમાં કરવામાં આવશે. શપથ ગ્રહણ બાદ ફડણવીસે નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે બેઠક યોજી હતી.
લાડલી બહેન યોજનામાં વધુ સહાય
મુખ્યમંત્રીએ મીડિયા દ્વારા જણાવ્યું કે લાડલી બહેન યોજનામાં મહિલાઓ માટે આર્થિક મદદ વધારવી સરકાર માટે મહત્વપૂર્ણ છે. હાલ મહિલાઓને 1500 રૂપિયા મળે છે, જે રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. આ નિર્ણય માટે બજેટ સત્ર દરમિયાન વિધિપૂર્વક ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે ચૂંટણી અગાઉ મેનિફેસ્ટોમાં જે વચનો કરવામાં આવ્યા હતા, તે તમામ વચનો પૂરા કરવામાં આવશે.
Mumbai: Maharashtra CM Devendra Fadnavis says, "Eknath Shinde and Ajit Pawar are with me. People want a stable government, so they have chosen us and we will stay and work together. We will continue the 'Majhi Ladki Bahin Yojana'....We will soon elect the Maharashtra Assembly… pic.twitter.com/2wSwAP58OK
— ANI (@ANI) December 5, 2024
વિકાસના કાર્ય અને મંત્રીમંડળનું વિસ્તરણ
મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રે છેલ્લા અઢી વર્ષમાં જે વિકાસ પ્રાપ્ત કર્યો છે, તે ગતિ અટકશે નહીં. નવી સરકાર આ ગતિને આગળ વધારશે અને જૂની યોજનાઓને પણ ચાલુ રાખશે. મંત્રીમંડળના વિસ્તરણ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રક્રિયા શીઘ્ર શરૂ થશે. 7થી 9 ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે અને 9 ડિસેમ્બરે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે.
મજબૂત મહાગઠબંધન અને સ્થિર સરકારનું વચન
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને સરકાર મજબૂત બનાવશે. જનતાએ સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે આ મહાગઠબંધનને પસંદ કર્યું છે. તેમણે કહ્યું કે, કેબિનેટના વિસ્તરણમાં ધારાસભ્યોના ભૂતકાળના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સરકાર બદલો લેવા માટે નહીં, પણ પરિવર્તન લાવવા માટે કામ કરશે.
આ પણ વાંચો: શપથ સમારોહ બાદ પણ નવા-જુનીના એંધાણ! સ્ટેજ પર હતાશ જોવા મળ્યા શિંદે


