Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : કોંગ્રેસે ચૂંટણી માટે યાદી જાહેર કરી, પૂર્વ CM ના બે પુત્રોને ટિકિટ મળી

Congress List Maharashtra Election : પૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણનું નામ સામેલ, વિલાસરાવ દેશમુખના બે પુત્રોને ટિકિટ
maharashtra   કોંગ્રેસે ચૂંટણી માટે યાદી જાહેર કરી  પૂર્વ cm ના બે પુત્રોને ટિકિટ મળી
Advertisement
  1. Maharashtra માં વિધાસભા ચૂંટણીને લઈને તૈયારી પૂરજોશમાં
  2. કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
  3. કોંગ્રેસે આ યાદીમાં 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા

કોંગ્રેસે મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે આ યાદીમાં વરિષ્ઠ નેતા નાના પટોલે અને પૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણનું નામ સામેલ કર્યું છે. સાકોલીથી નાના પટોલે, બ્રહ્મપુરીથી વિજય વડેટ્ટીવાર, નાગપુર ઉત્તરથી નીતિન રાઉત અને કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચવ્હાણને ટિકિટ આપવામાં આવી છે.

પૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણનું નામ સામેલ...

કોંગ્રેસે આ યાદીમાં વરિષ્ઠ નેતા નાના પટોલે અને પૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણનું નામ સામેલ કર્યું છે. સાકોલીથી નાના પટોલે, બ્રહ્મપુરીથી વિજય વડેટ્ટીવાર, નાગપુર ઉત્તરથી નીતિન રાઉત અને કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચવ્હાણને ટિકિટ આપવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Delhi : ઓમર અબ્દુલ્લા PM મોદીને મળ્યા, આ વાતો પર થઇ ચર્ચા...

વિલાસરાવ દેશમુખના બે પુત્રોને ટિકિટ...

આ સાથે પૂર્વ CM વિલાસરાવ દેશમુખના પુત્રોને પણ ટિકિટ આપવામાં આવી છે. ધીરજ દેશમુખને લાતુર ગ્રામીણ અને અમિત દેશમુખને લાતુર શહેરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા બાળા સાહેબ થોરાટના પુત્ર વિજય થોરાટને સંગમનેરથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર (Maharashtra)માં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે પરિણામ 23 મી નવેમ્બરે આવશે. મહાવિકાસ અઘાડીમાં સામેલ અનેક પક્ષોએ મહારાષ્ટ્ર (Maharashtra)ની 288 બેઠકો માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. NCP શરદ પવાર અને શિવસેના (UBT) એ પણ પોતપોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

આ પણ વાંચો : Lawrence Bishnoi માસૂમ બાળક છે, અસલી ગાંધીવાદી છે, ગેંગસ્ટરને લઈને સાધ્વીએ આપ્યું મોટું નિવેદન

સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી...

તમને જણાવી દઈએ કે મહાવિકાસ અઘાડીમાં સામેલ પક્ષો વચ્ચે 288 માંથી 270 સીટો પર સમજૂતી થઈ ગઈ છે. હાલ 18 બેઠકો માટે ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે સીટોની વહેંચણીને લઈને મહાવિકાસ અઘાડીમાં ફાટ પડી છે. જેની ફરિયાદ દિલ્હી સુધી પણ પહોંચી હતી. જે બાદ મેરેથોન બેઠકો યોજવામાં આવી હતી અને બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પર કામ કરવામાં આવ્યું હતું. ગુરુવારે જ નાના પટોલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને 270 સીટો પર સર્વસંમતિની પુષ્ટિ કરી હતી. નાના પટોલેએ કહ્યું- કોંગ્રેસ, NCP (શરદ પવાર) અને શિવસેના (UBT) 85-85 બેઠકો એટલે કે કુલ 255 બેઠકો પર ચૂંટણી લડશે. હાલમાં 18 બેઠકોને લઈને ગઠબંધનના અન્ય પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચો : UP પેટાચૂંટણી ન લડવા પાછળ કોંગ્રેસનું સાચું કારણ બહાર આવ્યું, જાણો સીટ વહેંચણીનું સત્ય

Tags :
Advertisement

.

×