Maharashtra Elections : સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદીએ મતદારોને શું કરી અપીલ?
- મહારાષ્ટ્રની તમામ સીટો પર મતદાન શરૂ
- RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું મતદાન
- મોહન ભાગવતે જનતાને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો
- લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોની ફરજ : RSS પ્રમુખ
- PM મોદીએ પણ મહારાષ્ટ્રની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી
Maharashtra Assembly Elections 2024 : આજે મહારાષ્ટ્રમાં તમામ 288 સીટો પર એક જ તબક્કામાં મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને મોટી સંખ્યામાં સામાન્ય લોકો તેમજ હસ્તીઓ મતદાન માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે.
RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું મતદાન
લોકસભામાં મતદાનનો ઉપયોગ કરનાર પ્રાથમિક હસ્તીઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે. તેમણે નાગપુરમાં સંઘના મુખ્યાલય પાસે આવેલી ભાઈસાહેબ દફતરી સ્કૂલમાં મતદાન કર્યું. મતદાન કર્યા પછી મોહન ભાગવતે જનતાને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું, “લોકશાહીમાં મતદાન કરવું નાગરિકોની ફરજ છે. દરેક નાગરિકે તેના મતદાન અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.”
#WATCH | Nagpur, Maharashtra: RSS Chief Mohan Bhagwat says, "In a democracy, voting is a citizen's duty. Every citizen should perform this duty. I was in Uttaranchal, but I came here last night to cast my vote. Everyone should vote..."#MaharashtraAssemblyElections2024 https://t.co/TPje6eCYg2 pic.twitter.com/U6ePRamY7f
— ANI (@ANI) November 20, 2024
મોહન ભાગવતની અપીલ
મોહન ભાગવતે ઉમેર્યું કે, “હું ઉત્તરાંચલમાં હતો, પરંતુ મેં મારો કાર્યક્રમ ઓછો કર્યો અને અહીં મારો મત આપવા આવ્યો. મારે મત આપીને દેશની લોકશાહી મજબૂત બનાવવી છે.” તે સાથે તેમણે શાહી લગાવેલી આંગળી પણ બતાવી. આ પ્રસંગે RSS ના ઓલ ઈન્ડિયા પ્રમોશન ચીફ સુનીલ અંબેકર પણ મતદાન કરવા મથક પર આવ્યા હતા.
વડાપ્રધાનની મતદાન માટે અપીલ
આ પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના મતદારોને મતદાન માટે પ્રેરણા આપી હતી. PM મોદીએ X પર લખ્યું, "આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે. હું દરેક મતદાતાઓને વિનંતી કરું છું કે તેઓ ઊત્સાહથી મતદાન કરી લોકશાહીની આ ઉજવણીમાં ભાગ લે. આ પ્રસંગે તમામ યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ છે."
288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદારો
ઉલ્લેખનીય છે કે, આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન થઇ રહ્યુ છે. એક્ઝિટ પોલ પણ આજે જ આવી જશે. મતદાન બરાબર 7 વાગ્યે શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદારો છે, જેઓ અપક્ષ સહિત વિવિધ પક્ષોના કુલ 4136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણીની મતગણતરી 23 નવેમ્બરે થશે. મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપી) અને મહા વિકાસ અઘાડી (એમવીએ) (ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ) વચ્ચે ગાઢ મુકાબલો છે. મહાયુતિ ગઠબંધન ફરીથી સત્તામાં રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડીને પણ આ વખતે ચૂંટણી જીતવાની આશા છે.
આ પણ વાંચો: Maharashtra Assembly Elections 2024 : રાજ્યનું ભાવિ નક્કી કરશે 9.64 કરોડ મતદારો!


