વિધાનસભામાં રમી રમતા પકડાયા મહારાષ્ટ્રના કૃષિ મંત્રી, વિપક્ષે કહ્યું- ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે
- વિધાનસભામાં રમી રમતા પકડાયા મહારાષ્ટ્રના કૃષિ મંત્રી, વિપક્ષે કહ્યું- ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે
- વિપક્ષે કહ્યું- પ્રતિદિવસ 8 ખેડૂતો આત્મહત્યા કરે છે, તે છતાં કૃષિમંત્રી પાસે રમી રમવાનો સમય છે
મુંબઈ: મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેનો એક વીડિયો આવ્યા પછી વિરોધીઓના નિશાના પર છે. કોકાટેનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેઓ વિધાનસભા સત્ર દરમિયાન મોબાઈલ પર રમી રમતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા પછી વિપક્ષી પાર્ટીઓએ તેમને નિશાના ઉપર લઈ લીધા છે. વિપક્ષે વીડિયો સામે આવ્યા પછી સત્તાધારી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા) પર નિશાનો સાધ્યો છે.
હું શું કરવા ત્યાં ગેમ રમીશ
એનસીપી (શરદચંદ્ર પવાર) નેતા રોહિત પવારે રવિવારે વાયરલ વીડિયોને ટાંકીને સત્તાધારી મહાયુતિ ગઠબંધન પર શાબ્દિક પ્રહાર કર્યો. રોહિત પવારે કહ્યું કે, રાજ્યમાં ગણી ન શકાય તેટલા ખેતી સાથે જોડાયેલા મુદ્દાઓ અટકેલા પડ્યા છે અને પ્રતિદિવસ 8 ખેડૂતો આત્મહત્યા કરે છે પરંતુ તે છતાં કૃષિમંત્રી પાસે રમી રમવાનો સમય છે.
તો બીજી તરફ રમી રમવા બાબતે મંત્રી કોકાટે પોતાનો બચાવ કર્યો છે. કોકાટે કહ્યું કે, મને ખ્યાલ છે કે ત્યાં કેમેરો છે, તો હું ત્યાં બેસીને ગેમ કેમ રમીશ? હું તેને સ્કીપ કરવા માંગતો હતો અને બે વખત મેં કોશિશ પણ કરી. મને ખ્યાલ નહતો કે ગેમ સ્કિપ કેવી રીતે કરવામાં આવે છે પરંતુ થોડી જ વારમાં મેં તેને સ્કીપ કરી દીધી હતી. કોકાટે વિપક્ષ પર અડધા વીડિયોનો પ્રયોગ કરીને તેમને નિશાના બનાવવાનો આરોપ લગાવ્યો છે.
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025
કોકાટે કહ્યું- અધૂરો વીડિયો
કોકાટેએ કહ્યું કે, જો તમે આખો વીડિયો દેખશો તો તમને જોવા મળશે કે હું ગેમ સ્કિપ કરી રહ્યો હતો. મેં મારો મોબાઈલ ઉઠાવ્યો અને યૂટ્યુબ પર નીચલા ગૃહમાં શું ચાલે છે, તે જોવા લાગ્યો અને પછી ગેમ મારા ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ. હું તેને સ્કિપ કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તે થઈ રહી નહતી. વિપક્ષ એક અધૂરા વીડિયોના આધારે મારા ઉપર નિશાનો સાંધી રહી છે.
રોહિત પવારે એક્સ પર મરાઠીમાં એક પોસ્ટમાં લખ્યું, 'શું આ ગેરમાર્ગે દોરાયેલા મંત્રીઓ અને સરકાર ક્યારેય પાક વીમો, લોન માફી અને ભાવ સહાયની માંગ કરી રહેલા નિરાશ ખેડૂતોની અપીલ સાંભળશે?' તેમણે આગળ લખ્યું, 'ક્યારેક ગરીબ ખેડૂતોના ખેતરોમાં આવો, મહારાજ?'
મહારાષ્ટ્રમાં પુરના કારણે ખાસ કરીને વિદર્ભ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રભાવિત થયા છે. આ સપ્તાહના શરૂઆતમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતુ કે, મહાયુતિ સરકાર ખેડૂતોના લોન માફી માટે પ્રતિબદ્ધ છે. તેમને કહ્યું કે, લોન માફી એક ટૂકાગાળોનો ઉપાય છે. અમે કૃષિ સંકટને દૂર કરવા અને ખેડૂતોને દેવાથી મુક્તિ અપાવવા માટે લાંબાગાળાના ઉપાયો આપવા માટે એક સમીતિની રચના કરી છે.


