નેતાજીનો પુત્ર એરપોર્ટથી થયો ગુમ, ફ્લાઇટ પરત બોલાવવામાં આવી, પછી થયો મોટો ઘટસ્ફોટ
Maharashtra News: પૂર્વ મંત્રીના પુત્ર ઋષિરાજ સાવંત સોમવારે પુણે હવાઇ મથકથી ગુમ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે દાવો કર્યો કે, તેમણે પરિવારથી ગુપ્ત રીતે પોતાની બેંકોક યાત્રાનું આયોજન કર્યું હતું.
તાનાજી સાવંતનો પુત્ર ઋષિરાજ સાવંત થયો હતો ગુમ
Tanaji Sawant Son Rishikant Sawant : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી તાનાજી સાવંતના પુત્ર ઋષિરાજ સાવંત સોમવારે (9 ફેબ્રુઆરી) પુણે એરપોર્ટ પરથી ગુમ થયાની માહિતી સામે આવી હતી. અપહરણનો કેસ નોંધવામાં આવ્યો અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. સાવંત પરિવારમાં ખળભળાટ મચી ગયો અને પોલીસ પણ તાત્કાલિક સક્રિય થઈ ગઈ. આ પછી, મંગળવારે ઋષિરાજ સાવંતે દાવો કર્યો કે, તેમણે તેમના પરિવારના ગુસ્સાથી બચવા માટે તેમની 'બિઝનેસ ટ્રીપ' ગુપ્ત રાખી હતી.
આ પણ વાંચો : Gujarat: અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે બબાલ, Video સોશિયલ મીડિયામાં Viral
અપહરણ મામલે ક્રાઇમબ્રાંચે શરૂ કરી તપાસ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી તાનાજી સાવંતના પુત્રના 'અપહરણ' પર સોમવારે હોબાળો થયો હતો. તે બેંગકોક જતી ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેઠો હોવાનું જાણવા મળ્યું, જેથી આ ફ્લાઇટને પરત બોલાવવામાં આવી હતી.
ફ્લાઇટ શ્રીવિજયપુરમમાં હતી પરંતુ તેને પુણે પાછી લાવવામાં આવી હતી.
મંગળવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન વિભાગના નિર્દેશ પર, વિમાન જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેર (શ્રી વિજયપુરમ) ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેને પુણે એરપોર્ટ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે ચાર્ટર્ડ પ્લેનના પાઇલટને પુણે પાછા ફરવાનું કહ્યું, ત્યારે પહેલા તો તેને લાગ્યું કે તે નકલી કોલ છે. જોકે, જ્યારે ઉડ્ડયન વિભાગ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી, ત્યારે તેમને આ બાબતની ગંભીરતાનો અહેસાસ થયો અને તેમણે વિમાનને પુણે તરફ વાળ્યું.
આ પણ વાંચો : Kapil Sharma શોમાં વર્ષો સુધી કામ કર્યું, હવે સુમોના ચક્રવર્તીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
બેંકોકની પોતાની યાત્રા ગુપ્ત રાખવા માંગતો હતો
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન ઋષિરાજ તાનાજી સાવંતે દાવો કર્યો હતો કે તેણે બેંગકોકની પોતાની યાત્રાની યોજનાઓ ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે તાજેતરમાં જ એક બિઝનેસ ટ્રીપ પર દુબઈ ગયો હતો અને તેના પરિવારના સભ્યોના વિરોધથી ડરતો હતો. ઋષિરાજે પોલીસને જણાવ્યું કે તે કોઈ કામ માટે બેંગકોક જઈ રહ્યો હતો.
પોતાની ગુપ્ત યાત્રા માટે 78 લાખ રૂપિયા ખર્ચ્યા
અધિકારીએ કહ્યું, 'ઋષિરાજ અને વિમાનમાં સવાર તેના બે મિત્રોને ખબર નહોતી કે વિમાન પુણે પાછું જઈ રહ્યું છે.' ફ્લાઇટ દરમિયાન કોઈ વિવાદ ન થાય તે માટે તેને જાણી જોઈને આ વિશે જાણ કરવામાં આવી ન હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઋષિરાજે બેંગકોકની ગુપ્ત યાત્રા માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવવા માટે 78.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આ પણ વાંચો : ભારતની બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વને વિશ્વાસ, 4 અન્ય દેશોએ ખરીદી માટે તૈયારી દર્શાવી
ગભરાયેલા તાનાજી સાવંત પોલીસ પાસે પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે પુણેના પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે સાંજે લગભગ 4 વાગ્યે એક ફોન આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અજાણ્યા લોકોએ શિવસેના નેતાના 32 વર્ષીય પુત્ર ઋષિરાજ સાવંતનું અપહરણ કર્યું છે. ચિંતિત તાનાજી સાવંત મદદ માટે પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યા, ત્યારબાદ પોલીસે તાત્કાલિક અપહરણનો કેસ નોંધ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઋષિરાજે બેંગકોક માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરાવી હતી.
આ પણ વાંચો : Junagadh: 'ભાજપની ચાપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે' ચૂંટણીમાં કોંગ્રેસ નેતાનું ધમકીભર્યુ નિવેદન


