Maharashtra politics: ઉદ્ધવ-CM ફડણવીસની બંધ બારણે 20 મિનિટ સુધી મુલાકાત,જાણો શું થઇ ચર્ચા?
- મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટી રાજકીય હલચલ
- CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે મુલાકાત
- રામ શિંદેના રૂમમાં લગભગ 20 મિનિટ સુધી ચાલી.
Maharashtra politics : મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટી રાજકીય હલચલ જોવા મળી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)વચ્ચે બંધ બારણે મુલાકાત થઇ. આ બેઠક વિધાન પરિષદના સભાપતિ રામ શિંદેના રૂમમાં લગભગ 20 મિનિટ સુધી ચાલી. આ મટિંગમાં આદિત્ય ઠાકરે પણ હતા.
બેઠકમાં શું થઇ વાતચીત ?
આ મુલાકાત એવા સમયે થઇ જેના એક જ દિવસ પહેલા સીએમ ફડણવીસ દ્વારા ઉદ્ધવ ઠાકરેને સરકારમાં જોડાવા માટે આમંત્રિત કરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં વિધાનસભામાં નેતા પ્રતિપક્ષનું પદ, ત્રણ ભાષાની નીતિ જેવા ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઇ. જો કે બંને નેતાઓ તરફથી આ મુલાકાતને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જેથી આ મુલાકાતને લઇને મહારાષ્ટ્રની રાજનીતિમાં સંભવિચ નવા સમીકરણોના સંકેત દેખાઇ રહ્યા છે.
આ પણ વાંચો -Bihar Politics: બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર, ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની 'ઈલેક્શન ચોરી શાખા'
શુ કહ્યું હતુ સીએમ ફડણવીસે?
ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હતો. તેમના વિદાય સમારોહમાં સીએમ ફડણવીસે એક નિવેદન આપ્યું હતું. તેઓ બોલ્યા કે જુઓ, ઉદ્ધવ જી. 2029 સુધી અમારુ વિપક્ષમાં આવવાનો સ્કોપ નથી. પરંતુ તમે સત્તા પક્ષમાં આવી શકો છે. આની પર વિચાર કરી શકો છો. પરંતુ અમે ત્યાં આવી જઇએ તે ઓપ્શન જ બચ્યો નથી. આમ રમૂજ કરીને તેમણે માહોલ હળવો બનાવી દીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે અંબાદાસ દાનવે ક્યાંય પણ હોય, વિપક્ષમાં કે પક્ષમાં પરંતુ તેમનો વાસ્તવિક વિચાર રાષ્ટ્રવાદી છે. સીએમ ફડણવીસની આ ઓફર બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને કહ્યું હતું કે કેટલીક વાતોને મજાકમાં જ લેવી જોઇએ.,