Maharashtra Rain: મુંબઇમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ, રાયગઢમાં શાળાઓ બંધ
- મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો
- વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદ
- રાયગઢ જિલ્લામાં મેઘો મૂશળધાર
- રાયગઢ જિલ્લામાં શાળાઓ બંધ
Maharashtra Rain : દેશમાં હાલ વરસાદી (Maharashtra rain Alert)માહોલ જામ્યો છે. વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રની તો અહીં પણ ભારે વરસાદને લઇને ચેતવણી આપવામાં આવી છે.મુંબઇ,થાણે,પાલઘરમાં આજે વરસાદને લઇને યલો એલર્ટ અપાયુ છે.જ્યારે રાયગઢ અને રત્નાગિરિ માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ગત રાત્રે રાયગઢ જિલ્લામાં મેઘો મૂશળધાર વરસ્યો હતો પરિણામે રાયગઢ જિલ્લા અધિકારીએ આજે શાળામાં રજાનો આદેશ આપી દીધો છે.
પશ્ચિમી મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે વરસાદની સાથે સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ફૂંકાઇ શકે છે. જ્યારે આજે કાલે પશ્ચિમી મહારાષ્ટ્રમાં વરસાદ વધુ તીવ્ર થવાની આશા છે. કેટલાક વિસ્તારોમાં થોડા સમયમાં 70મિમિથી વધારે વરસાદ થઇ શકે છે.
મુંબઇમાં કેવુ રહેશે હવામાન વિભાગ ?
ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદ પડશે.21 જૂને પણ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. 22 કે 23 જૂન સુધીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ આવતા અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ ફરી વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન તાપમાન 25°C થી 32°C ની વચ્ચે રહેશે.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો અને આ સમય દરમિયાન અધિકારીઓને વૃક્ષો અને દિવાલો પડવાની ઘણી ફરિયાદો મળી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.
#WATCH महाराष्ट्र: पुणे शहर के कई हिस्सों में तेज बारिश हुई। बारिश के कारण शहर में जलभराव देखने को मिला। pic.twitter.com/02SGai4Kc0
— ANI_HindiNews (@AHindinews) June 19, 2025
આ પણ વાંચો -Indigoની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,પૂર્વ CM Bhupesh Baghel હતા સવાર
સ્થાનિકોને સતર્ક રહેવાની સલાહ આપી
પુણે શહેર, સતારા અને રાયગઢના કેટલાક ભાગોની આસપાસના પહાડી વિસ્તારમાં દિવસભર વરસાદની સંભાવના છે. સપ્તાહના અંત સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. નાગપુર, ચંદ્રપુર, ભંડારા અને ગઢ ચિરૌલી જેવા વિદર્ભ જિલ્લામાં ભારે વરસાદની આશા છે. આથી સ્થાનિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમજ આ દરમિયાન યાત્રા ન કરવાની પણ સલાહ આપી છે.
આ પણ વાંચો -Indian Navy ની તાકાત હવે બમણી વધશે, INS અરનાલાથી ડરશે દુશ્મનો
નીચા દબાણનો વિસ્તારો પાણી ભરાયા
રાજ્યમાં સક્રિય ચોમાસાએ વરસાદની ગતિ વધારી છે.વહીવટીતંત્રે સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. મહારાષ્ટ્ર IMDના પ્રભારી શુભાંગી ભૂટેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, તેનું કારણ ચક્રવાતી પરિભ્રમણ છે જે ગુજરાત ક્ષેત્રની નજીક એક નીચા દબાણનો વિસ્તાર છે, જેના કારણે કોંકણના ઉત્તરીય ક્ષેત્રમાં સારો વરસાદ પડશે,થાણે,રાયગઢ,રત્નાગિરીમાં ખૂબ જ ભારે વરસાદ પડશે.મુંબઈમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. જો આપણે સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો, ઘાટ ક્ષેત્રમાં વધુ વરસાદ પડશે અને મેદાની વિસ્તારમાં ઓછો વરસાદ પડશે.


