Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra શિવસેનાના MLAની લાફાવાળી, દાળ પર ઉકળ્યા નેતાજી

મુંબઈના આકાશવાણી ધારાસભ્યની મારા મારી ધારાસભ્ય સંજય ગાયકવાડનો વીડિયો થયો વાયર  કેન્ટીન કોન્ટ્રાક્ટરને માર મારતા વિવાદ  Maharashtra : મુંબઈના આકાશવાણી ધારાસભ્ય નિવાસસ્થાનમાં ખરાબ ભોજન મળવાથી ગુસ્સે ભરાયેલા શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો(Sanjay Gaikwad) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ...
maharashtra શિવસેનાના mlaની લાફાવાળી  દાળ પર ઉકળ્યા નેતાજી
Advertisement
  • મુંબઈના આકાશવાણી ધારાસભ્યની મારા મારી
  • ધારાસભ્ય સંજય ગાયકવાડનો વીડિયો થયો વાયર 
  • કેન્ટીન કોન્ટ્રાક્ટરને માર મારતા વિવાદ 

Maharashtra : મુંબઈના આકાશવાણી ધારાસભ્ય નિવાસસ્થાનમાં ખરાબ ભોજન મળવાથી ગુસ્સે ભરાયેલા શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો(Sanjay Gaikwad) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કેન્ટીન કોન્ટ્રાક્ટરને માર મારતા (canteen employee)જોવા મળે છે. મહારાષ્ટ્રમાં (MAHARASHTRA)રાજકારણીઓના દબંગ વર્તન અંગે વાયરલ થઈ રહેલા ઘણા વિવાદાસ્પદ વીડિયો વચ્ચે આ ઘટના સામે આવી છે.

બુલઢાણાના બે વખતના ધારાસભ્ય અને શિવસેનાના એકનાથ શિંદે જૂથના સંજય ગાયકવાડ મુંબઈના આકાશવાણી ધારાસભ્ય નિવાસમાં રોકાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે ગ્રાઉન્ડ ફ્લોર પરની કેન્ટીનમાંથી ભોજન મગાવ્યું હતું. ગાયકવાડે દાવો કર્યો હતો કે ભોજન ખાસ કરીને દાળ, ખૂબ જ ખરાબ હતી અને તે ખાધા પછી તરત જ તેમની તબિયત બગડી ગઈ.

Advertisement

વીડિયોમાં કોન્ટ્રાક્ટરને માર મારવામાં આવ્યો

વીડિયોમાં સંજય ગાયકવાડ જે ગંજી અને ટુવાલ પહેરેલો છે, તે કેન્ટીન કોન્ટ્રાક્ટર સાથે દલીલ કરતા જોવા મળે છે. તે પહેલા કોન્ટ્રાક્ટરને દાળ સુંઘાડે છે અને પછી અચાનક તેને જોરથી મુક્કો મારે છે, જેના કારણે તે નીચે પડી જાય છે. જ્યારે કોન્ટ્રાક્ટર ઊભો થાય છે, ત્યારે ધારાસભ્ય તેને ફરીથી થપ્પડ મારે છે. આ પછી ગાયકવાડ કહે છે, મારી સ્ટાઈલમાં કોન્ટ્રાક્ટરને પાઠ ભણાવ્યો.વિવાદ વધ્યા પછી, ગાયકવાડે કહ્યું, મેં પહેલા બે-ત્રણ વખત ખોરાક અંગે ફરિયાદ કરી હતી, પરંતુ આ વખતે તે બધી હદો વટાવી ગઈ છે. હું આ મુદ્દો વિધાનસભા સત્રમાં ઉઠાવીશ.

Advertisement

આ પણ  વાંચો -Bihar : ચૂંટણી પંચના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ ચક્કાજામ, રાહુલ ગાંધી - તેજસ્વી યાદવ જોડાયા

વિવાદો સાથે જૂનો સંબંધ

સંજય ગાયકવાડનો વિવાદોનો લાંબો ઇતિહાસ છે. ગયા વર્ષે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી, જેના કારણે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરે અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ પણ વાંધાજનક નિવેદનો આપ્યા હતા.

આ પણ  વાંચો -Uttar Pradesh : આજે CM આદિત્યનાથની અધ્યક્ષતામાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ કાર્યક્રમ, 37 કરોડ રોપા વાવવાનું લક્ષ્યાંક

શિવસેનાના ધારાસભ્યએ શું કહ્યું?

પત્રકારો સાથે વાત કરતા ગાયકવાડે કહ્યું, હું છેલ્લા 6 વર્ષથી આ હોસ્ટેલમાં રહું છું. પહેલા પણ અહીંના ખોરાકમાં ગરોળી અને ઉંદર જોવા મળ્યા છે. 5,000 થી 10,000 લોકો અહીં ખાય છે અને દરેકને એક જ ફરિયાદ છે. ઈંડા 15 દિવસ જૂના હોય છે, માંસ 15-20 દિવસ જૂના હોય છે, શાકભાજી 2-4 દિવસ જૂના હોય છે. કેટલાક લોકોને તેમના ખોરાકમાં ગરોળી જોવા મળે છે, કેટલાકને ઉંદર કે દોરડું જોવા મળે છે.ઘટનાના દિવસ વિશે વાત કરતાં તેમણે કહ્યું, દાળ સડી ગઈ હતી અને ગંધ મારતી હતી. મેં બધાને દાળ સુંઘાડી, અને બધાએ કહ્યું કે ખોરાક ખરાબ છે. હું કેન્ટીનના કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેમણે અને સારો ફ્રેશ ખોરાક રાંધવો જોઈએ... પણ જો કોઈ સાંભળે નહીં, તો મારે મારી પોતાની રીત અપનાવવી પડશે.

Tags :
Advertisement

.

×