Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MAHARASHTRA : શાકભાજી વેચીને દીકરાને ભણાવ્યો, દીકરો બન્યો CA

Maharashtra news: દરેક માતા-પિતાનું સપનું હોય છે કે એક દિવસ તેમના સંતાન એવી જગ્યાએ પહોંચે ત્યાં પહોંચવાનું દરેકનું સપનું હોય છે. ખાસ કરીને જે લોકો મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ બાળકોને એટલા માટે જ ભણાવતા હોય છે કે...
maharashtra   શાકભાજી વેચીને દીકરાને ભણાવ્યો  દીકરો બન્યો ca
Advertisement

Maharashtra news: દરેક માતા-પિતાનું સપનું હોય છે કે એક દિવસ તેમના સંતાન એવી જગ્યાએ પહોંચે ત્યાં પહોંચવાનું દરેકનું સપનું હોય છે. ખાસ કરીને જે લોકો મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ બાળકોને એટલા માટે જ ભણાવતા હોય છે કે તેઓ એક દિવસ મોટા માણસ બની શકે. જ્યારે તેમનું સંતાન સપનું પૂરું કરે છે, ત્યારે આ ક્ષણ તેમના માટે દુનિયાની સૌથી મોટી હોય છે.

Advertisement

મહારાષ્ટ્રમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે એક શાકભાજી વેચનાર મહિલાના પુત્રએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી હતી, જેના પછી તેની માતાની ખુશીનો પાર રહ્યો ન હતો અને તે પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ પણ વીડિયો શેર કર્યો છે.

Advertisement

જ્યારે દીકરો તેની માતાને તેની સીએની પરીક્ષા પાસ કરવાની માહિતી આપવા ગયો ત્યારે તે રસ્તા પર શાકભાજી વેચી રહી હતી. જ્યારે પુત્રએ તેની માતાને કહ્યું કે તે હવે સીએ બની ગયો છે, ત્યારે તેની માતાની આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા હતા. સીએ પાસ થયેલા છોકરાનું નામ યોગેશ છે. યોગેશે જણાવ્યું કે, "હું પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. જ્યારે પરિણામ આવ્યું, ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું તરત જ મારી માતાને ખુશ ખબર આપવા ગયો, જે હંમેશની જેમ શાકભાજી વેચી રહી હતી. મેં તેને ગળે લગાવી અને મિત્રોએ આ આખી ક્ષણ તેના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી. મને ખબર ન હતી કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જશે."

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અભિનંદન પાઠવ્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મંત્રી રવિન્દ્ર ચવ્હાણે પણ યોગેશને અભિનંદન પાઠવ્યા હતા. જ્યાં યોગેશની માતા શાકભાજી વેચે છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો તેને અભિનંદન આપવા આવ્યા હતા, દ્રઢ સંકલ્પ, મહેનત અને કંઈક હાંસલ કરવાની ભાવનાથી યોગેશે તેની માતાની મહેનતને સફળ બનાવી છે. CA બન્યા બાદ યોગેશે તેની માતાને પ્રથમ ભેટ તરીકે સાડી આપી હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

યોગેશ ડોમ્બિવલી નજીક ખોની ગામમાં રહે છે અને તેની માતા નીરા ડોમ્બિવલીના ગાંધીનગર વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરે છે. તે છેલ્લા 22 થી 25 વર્ષથી શાકભાજી વેચે છે. રસપ્રદ વાત એ છે કે તેણે માત્ર બેસો રૂપિયા ઉધાર લઈને આ બિઝનેસ શરૂ કર્યો હતો. એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 83 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. એક યૂઝરે લખ્યું કે, આવી માતાને સલામ, તમને અને તમારા પુત્રને અભિનંદન. અન્ય યૂઝરે લખ્યું કે, જીવનમાં ઘણી પ્રગતિ કરો, ઇમાનદારી સાથે આગળ વધો. તો બીજા યૂઝરે લખ્યું કે, સખત મહેનત હંમેશા ફળ આપે છે, જો ઈરાદા સારા હોય તો.

આ પણ  વાંચો  - Uttar Pradesh Ballia: કૂલર સામે બેસવા માટે માંડવિયા અને જાનૈયા વચ્ચે ઘમાસાણ

આ પણ  વાંચો  - Haryana માં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો, અમિત શાહે કહ્યું- કર્ણાટક જેવી સ્થિતિ અહીં નહીં થવા દઈએ…

આ પણ  વાંચો  - Fatehpur : 7 વાર સાપ કરડવાનો દાવો કરનાર યુવકની ખૂલી પોલ

Tags :
Advertisement

.

×