Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની મોટી જાહેરાત

સંજય રાઉતે નાસિકમાં એક મોટો ખુલાસો કર્યો (Maharashtra ) નગરપાલિકાની ચૂંટણી ઠાકરે બંધુઓ સાથે લશે મહારાષ્ટ્ર અને મરાઠી એકતા માટે તલવાર ઉઠાવી લ્યાણ-ડોમ્બિવલી અને નાસિકમાં સાથે લડશે Maharashtra : શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) 15મી ઓગસ્ટે નાસિકમાં એક...
maharashtra   ndaનું વધશે ટેન્શન  ઠાકરે બંધુઓની મોટી જાહેરાત
Advertisement
  • સંજય રાઉતે નાસિકમાં એક મોટો ખુલાસો કર્યો (Maharashtra )
  • નગરપાલિકાની ચૂંટણી ઠાકરે બંધુઓ સાથે લશે
  • મહારાષ્ટ્ર અને મરાઠી એકતા માટે તલવાર ઉઠાવી
  • લ્યાણ-ડોમ્બિવલી અને નાસિકમાં સાથે લડશે

Maharashtra : શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) 15મી ઓગસ્ટે નાસિકમાં એક મોટો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર(Maharashtra )ની નગરપાલિકાની ચૂંટણી ઠાકરે ભાઈઓ એટલે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે લડશે. તેમજ તેમણે ભાજપની સરકાર પર 'તાલિબાની' વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. સંજય રાઉતે કહ્યું કે, અમે મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને નાસિકમાં સાથે મળીને લડીશું. તેમણે ઉમેર્યું કે ઠાકરે ભાઈઓએ મહારાષ્ટ્ર અને મરાઠી એકતા માટે તલવાર ઉઠાવી છે.

જો દેશ આધુનિક બને છે તો એ સારી વાત છે: Sanjay Raut  (Maharashtra )

મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, 'એક સમયે દેશની શું હાલત હતી? અહીં એક સોય પણ બનતી નહોતી. પણ હવે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. આ પંડિત નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું વિઝન છે. આ અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીનું વિઝન છે. આ કારણે જ આજે દેશ આ મુકામ પર છે કે આપણે અંતરિક્ષમાં પહોંચી ગયા છીએ. જો દેશ આધુનિક બને છે તો એ સારી વાત છે.'

Advertisement

આ પણ  વાંચો -PM Modi : GSTમાં 2 જ સ્લેબ, સામાન સસ્તો થશે, PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ

Advertisement

મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે (Sanjay Raut)

શિવસેના યુબીટીના સાંસદે આગળ કહ્યું, 'મિસ્ટર મોદીએ સ્વદેશીનો નારો આપ્યો, પણ આ પણ પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીનું જ વિઝન છે. હવે તેમને પંડિત નેહરુ અને ગાંધીના વિઝનની યાદ આવી છે. સ્વદેશીનો નારો પણ કોંગ્રેસનો જ રહ્યો છે. થોડા સમય પછી તમે ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો, કારણ કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો આ દેશ આધુનિક બન્યો છે, તો તે પંડિત નેહરુની દેન છે. હું માનું છું કે મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે.'

આ પણ  વાંચો -Kishtwar Cloudburst : જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃતાંક 50ને પાર, 300 થી વધુ ઘાયલ

નેહરુ, શાસ્ત્રી, ઈન્દિરા, વાજપેયી, મનમોહન, રાજીવના 'વિઝન'નો ઉલ્લેખ

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર તેમણે કહ્યું કે દેશની શું હાલત હતી. અહીં એક સોય પણ બનાવવામાં આવતી હતી. હવે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. આ પંડિત નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીનું વિઝન છે. આ અટલ બિહારી વાજપેયીનું વિઝન છે. આ મનમોહન સિંહ અને રાજીવ ગાંધીનું વિઝન છે. એટલા માટે આજે દેશ એવા સ્તરે છે કે આપણે અવકાશમાં પહોંચી ગયા છીએ. જો દેશ આધુનિક બને તો તે સારી વાત છે.

Tags :
Advertisement

.

×