Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું નિધન, ઘણા સમયથી હતા બિમાર

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ...
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું નિધન  ઘણા સમયથી હતા બિમાર
Advertisement

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.

Advertisement

કોણ છે અરૂણ મણિલાલ ગાંધી
અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા, જ્યારે તેમની માતા એ જ અખબારમાં પ્રકાશક હતા. અરુણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું.

Advertisement

અરૂણ ગાંધીએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે તેમાંથી ધ ગિફ્ટ ઓફ એંગર : એન્ડ અદર સેસન્સ ફ્રોમ માઈ ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધીના પ્રમુખ છે. અરૂણ ગાંધી વર્ષ 1987માં પોતાના પરિવાર સાથે અમેરીકામાં સ્થાયી થયાં હતા. અહીં તેમણે પોતાના જીવનના અનેક મેમ્ફિસમાં વિતાવ્યા તેમજ તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સાથે જોડાયેલી એક સંસ્થાની પણ સ્થાપના કરી.

આ પણ વાંચો : ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા RESULT જાહેર, આ જિલ્લાનું સૌથી વધુ પરિણામ, જાણો UPDATE

Tags :
Advertisement

.

×