લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા: બિહારમાં અલીનગર બેઠક પરથી મળી શકે છે ટિકિટ
- લોકગાયિકા મૈથિલી ઠાકુર ભારતીય જનતા પાર્ટીમાં થઈ સામેલ (Maithili Thakur BJP)
- લાંબા સમયથી ચાલતી તમામ અટકળોનો આવ્યો આંત
- મૈથાલી ઠાકુર અલીનગર બેઠક પરથી લડવાની સંભાવના
Maithili Thakur BJP : બિહાર વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. જાણીતા લોક ગાયિકા મૈથિલી ઠાકુર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. આજે પટના એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમણે BJPમાં પ્રવેશ કર્યો હતો, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.
BJPએ મૈથિલી ઠાકુરને પાર્ટીમાં સામેલ કરીને ચૂંટણીના મેદાનમાં એક નવો અને લોકપ્રિય ચહેરો ઉતારવાની તૈયારી મજબૂત કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે BJP તેમની લોકપ્રિયતાનો સંપૂર્ણ લાભ લેતા તેમને બિહારની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા આપશે, જે રાજ્યની ચૂંટણીના સમીકરણોમાં મોટો બદલાવ લાવી શકે છે.
#WATCH | Ahead of #BiharElection2025, folk and devotional singer Maithili Thakur joins the BJP in Patna, Bihar. pic.twitter.com/qkY1ocUsIZ
— ANI (@ANI) October 14, 2025
મૈથિલી ઠાકુરનું નિવેદન (Maithili Thakur BJP)
પટના એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા મૈથિલી ઠાકુરે સ્પષ્ટતા કરી કે, 'પટનામાં મારું દર અઠવાડિયે આવવા-જવાનું રહે છે. મને જેવો આદેશ મળશે, તેવું હું કરીશ. અત્યારે મારો ઉદ્દેશ્ય ચૂંટણી લડવાનો નથી. પાર્ટી જે આદેશ આપશે, તે હું કરીશ. બિહાર ચૂંટણીમાં કોની સરકાર બનશે, તે જનતા નક્કી કરશે. મેં બિહારમાં NDAના સમયગાળા દરમિયાન સુધારા જોયા છે.'
અલીનગર બેઠક પરથી લડવાની સંભાવના (Maithili Thakur BJP)
મૈથિલી ઠાકુરના BJPમાં જોડાવાની અટકળો વચ્ચે, હવે એ ચર્ચા પણ તેજ થઈ ગઈ છે કે તેમને દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી શકે છે. હકીકતમાં, અલીનગર બેઠકના વર્તમાન ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે BJPમાંથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે આ બેઠક ખાલી થઈ ગઈ છે. આ ખાલી જગ્યાને કારણે, હવે મૈથિલી ઠાકુરનું નામ આ બેઠક પરથી BJPના ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
મૈથિલી ઠાકુરને મળશે સુરક્ષિત સીટ?
પહેલાં તેમને તેમના વતન પાસેની બેનીપટ્ટી બેઠક પરથી ટિકિટ મળવાની અટકળો હતી, પરંતુ BJPએ પ્રથમ સૂચિમાં ત્યાંના વર્તમાન ધારાસભ્ય વિનોદ નારાયણ ઝાને ફરીથી ટિકિટ આપી દીધી છે. આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે BJP મૈથિલી ઠાકુર માટે અન્ય સુરક્ષિત બેઠકની શોધમાં હતી, અને હાલમાં અલીનગર બેઠક પર તેમની દાવેદારી સૌથી મજબૂત છે.
આ પણ વાંચો : Bihar Politics : બિહાર ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 9 મહિલાઓને મળી ટીકિટ


