Jammu Kashmir માં મોટી દુર્ઘટના, કિશ્તવાડમાં ખીણમાં ખાબકી કાર
- જમ્મુ-કાશ્મીર માં મોટી દુર્ઘટના
- કિશ્તવાડમાં ખીણમાં ખાબકી કાર
- 4 લોકોના કમકમાટી ભર્યા મોત
Jammu Kashmir Kishtwar Road Accident:જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે એક ભયાનક માર્ગ અકસ્માત (Jammu Kashmir Kishtwar Road Accident) થયો છે.જેમાં 4 યુવકોના મોત થયા છે અને ગુમ થયેલા યુવકની શોધખોળ ચાલુ છે.કિશ્તવાડ જિલ્લાના માસુ પદ્દારમાં આ અકસ્માત થયો હતો. કારમાં 6 લોકો સવાર હતા. લોકોની મદદથી પોલીસે મૃતદેહોને રોડ પર લઈ જઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ચાર લોકોના કમકમાટીભર્યા મોત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન ખીણમાં ખાબકતાં ચાર લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લાપતા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે જણાવ્યું કે, પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ખીણમાં ખાબકી હતી. લોકોએ કારને પલટીને નીચે પડતી જોઈ. પોલીસે અહીં અને ત્યાં પથ્થરો પર પડેલા મૃતદેહો બહાર કાઢ્યા. નીચે પટકાતા કાર ખરાબ રીતે કચડાઈ ગઈ હતી.
આ પણ વાંચો - Bastar Encounter:સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ચાર નક્સલવાદીઓ ઠાર
કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્ર સિંહે ટ્વિટર પર આ મામલે એક પોસ્ટ કરી હતી કે “હમણાં જ એ જાણીને દુઃખ થયું કે એક કારના ગમખ્વાર અકસ્માતમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા. ડ્રાઇવર સહિત અન્ય બે વ્યક્તિઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના.
આ પણ વાંચો - Nagpur: વધારે રિર્ટન મેળવવાની લાલચમાં વેપારીએ 7.63 કરોડ રૂપિયા ગુમાવ્યા
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
દુર્ઘટનામાં ચાર મુસાફરો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે ગુમ છે. ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. મૃતકોની ઓળખ રાજ કુમાર, મુકેશ કુમાર, હકીકત સિંહ અને સતીશ કુમાર તરીકે થઈ હતી. આ લોકો ગઢ, પદ્દાર, કિશ્તવાડના રહેવાસી છે.