Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુના કઠુઆમાં મોટી દુર્ઘટના, નિવૃત્ત DSP ના ઘરમાં લાગી આગ; 6 ના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના શિવનગરમાં એક મકાનમાં આગ લાગી છે.આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે.ચાર લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ઘરમાં આગ લાગી હતી તે ઘરમાં 81 વર્ષીય નિવૃત્ત ડીએસપી અવતાર કૃષ્ણ રૈનાનો પરિવાર રહેતો હતો.
જમ્મુના કઠુઆમાં મોટી દુર્ઘટના  નિવૃત્ત dsp ના ઘરમાં લાગી આગ  6 ના મોત
Advertisement

Jammu-Kashmir : જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે (બુધવાર) સવારે કઠુઆના એક મકાનમાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે.

શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ ઘરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી. આગ લાગી ત્યારે ઘરમાં 9 લોકો સૂઈ રહ્યા હતા,જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા,જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા હતા.બેભાન લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટના કઠુઆના શિવનગરમાં બની હતી.જે ઘરમાં આગ લાગી હતી તે ઘરમાં 81 વર્ષીય નિવૃત્ત ડીએસપી અવતાર કૃષ્ણ રૈનાનો પરિવાર રહેતો હતો.

Advertisement

Advertisement

પડોશી મદદ કરવાનો કર્યો પ્રયત્ન પણ...

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘરમાં આગ લાગી ત્યારે એક પડોશી મદદ માટે આગળ આવ્યો હતો પણ કમનસીબે તે પણ પણ બેભાન થઈ ગયો હતો. બેભાન લોકોની હાલ કઠુઆના જીએમસી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા 6 લોકોના મોત થયા છે. ગંગા ભગત (17 વર્ષ), દાનિશ ભગત (15 વર્ષ),અવતાર ક્રિષ્ના (81 વર્ષ),બરખા રૈના (25 વર્ષ),તકશ રૈના (3 વર્ષ), અદ્વિક રૈના (4 વર્ષ) આગમાં મૃત્યુ પામ્યા હતા.આગની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે દુઃખ વ્યક્ત કર્યું

કઠુઆ શહેરના શિવ નગર વિસ્તારમાં આગની ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મૃતકોના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. મંડલ પ્રમુખ શ્રી રાહુલ જીના નેતૃત્વમાં ભાજપ કાર્યકર્તાઓની અમારી ટીમ સ્થળ પર મદદ કરી રહી છે. ઓમ શાંતિ

આ પણ વાંચો:  Jammu-Kashmir : ઘાટીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી અથડામણ, એક આતંકી ઠાર

Tags :
Advertisement

.

×