મણિપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, હથિયારો, IED અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત
- મણિપુરમાં સુરક્ષા દળોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી
- ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલે માહિતી હતી આપી
- ચંદેલ-ચુરાચંદપુર જિલ્લામાં શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું
Security Forces Search Operation In Manipur : મણિપુરમાં થતા નાના મોટા રમખાણોને લઈને સુરક્ષા દળોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. સૈનિકોએ અલગ-અલગ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી માત્રામાં હથિયારો, આઈઈડી અને દારૂગોળો મળી આવ્યો હતો.
મણિપુરમાં સંયુક્ત દળોનુ સર્ચ ઓપરેશન
ભારતીય સેનાએ મણિપુરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન ઈમ્ફાલ પશ્ચિમ, ચંદેલ, થૌબલ, કાંગપોકપી અને ચુરાચંદપુર જિલ્લાની પહાડીઓ અને ખીણોમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોના જવાનોએ લડાઈ દરમિયાન ઉપયોગમાં લેવાતા 42 હથિયારો, દારૂગોળો અને આધુનિક હથિયારો જપ્ત કર્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
લેફ્ટનન્ટ જનરલે આપી માહિતી
ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલે માહિતી આપી હતી કે, ભારતીય સેનાએ આસામ રાઈફલ્સ, CRPF અને મણિપુર પોલીસ સાથે મળીને ઈમ્ફાલના પશ્ચિમ જિલ્લાના કોંચક વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં એક કાર્બાઈન મશીન ગન (CMG), 303 રાઈફલ મળી આવી હતી. ટીમે બે 9 mm પિસ્તોલ, ત્રણ સિંગલ-બેરલ રાઈફલ્સ, હેન્ડ ગ્રેનેડ, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી ધરાવતો સ્ટોર્સ જપ્ત કર્યો હતો.
ચંદેલ-ચુરાચંદપુર જિલ્લામાં શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચંદેલ જિલ્લાના થિંગફાઈ અને ટીએસ લાઈજાંગ ગામો વચ્ચેના સ્થાનિક ઈલાકામાંથી 7 આઈઈડી, દારૂગોળો અને યુદ્ધના શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો છે. ભારતીય સેનાએ SSB અને મણિપુર પોલીસ સાથે મળીને ચુરાચંદપુર જિલ્લાના થુમખોંગલોકના ઉત્તર-પશ્ચિમમાં આવેલા ખુજોઈરોક નાલાના સામાન્ય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં એક SLR રાઈફલ, એક .303 રાઈફલ, બે 9 mm ઓટોમેટિક પિસ્તોલ, એક સિંગલ બેરલ, એક 12 બોરની બંદૂક, એક એન્ટી રાઈટ ગન, હેન્ડ ગ્રેનેડ, દારૂગોળો અને યુદ્ધની સામંગ્રી મળી આવી હતી.
આ પણ વાંચો : 40 વર્ષની લાંબી લડાઈ બાદ બિહારમાં પહેલીવાર મહિલાને મળી CAA હેઠળ ભારતીય નાગરિકતા
જાણો સુરક્ષા દળોએ શું મેળવ્યું?
આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસ દ્વારા ગુપ્ત માહિતીના ઓપરેશનમાં ચુરાચંદપુર જિલ્લાના સાંગાઈકોટ સબ ડિવિઝનના સાઈબોહ ગામ પાસેના જંગલમાં એક 7.62 mmની સેલ્ફ-લોડિંગ રાઈફલ અને બે 9 mm પિસ્તોલ મળી આવી હતી. ત્રણ 12 mm બોરની સિંગલ બેરલ રાઈફલ પણ મળી આવી હતી.
મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમના કોંચક, થૌબલના લેઇશાંગથેમ અને કાંગપોકપી વિસ્તારના લાઇબોલ ખુનુમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાંથી એક કાર્બાઇન મશીનગન, એક .303 રાઇફલ, ચાર સિંગલ બેરલ રાઇફલ, પિસ્તોલ, એક સ્નાઈપર રાઈફલ, બે સિંગલ બોલ્ટ એક્શન રાઈફલ, એક 7.62 mm સ્નાઈપર રાઈફલ, એક આઈઈડી, એક 12 બોર ગન, દારૂગોળો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : PM મોદીના નિવેદન પર અરવિંદ કેજરીવાલનો પલટવાર; કહ્યું, વડાપ્રધાન દિલ્હીની જનતાને અપમાનિત કરી રહ્યા છે


