Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur Fire Accident: મણિપુરના મુખ્યમંત્રીના નિવાસસ્થાનની પાસે લાગી વિકરાળ આગ

Manipur Fire Accident: મણિપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસાની આગ ફાટ નીકળી છે. તો આ આગનું મુખ્ય કારણ ઉગ્રવાદીઓ અને સમાદવાદીઓ છે. આ હિંસાને કારણે અનેક લોકો ઘર વિહોણા થયા છે. તો અનેક માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તાજેતરમાં મણિપુરના...
manipur fire accident  મણિપુરના મુખ્યમંત્રીના નિવાસસ્થાનની પાસે લાગી વિકરાળ આગ
Advertisement

Manipur Fire Accident: મણિપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસાની આગ ફાટ નીકળી છે. તો આ આગનું મુખ્ય કારણ ઉગ્રવાદીઓ અને સમાદવાદીઓ છે. આ હિંસાને કારણે અનેક લોકો ઘર વિહોણા થયા છે. તો અનેક માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના રહેઠાણ પાસે ભીષણ આગ ફાટી નીકળી હતી.

  • આગ આકસ્મિક રીતે લાગી હોવાનું સામે આવ્યું

  • આગ લાગવાનું કારણ શોધી શકાયું નથી

  • અત્યાર સુધીમાં 219 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

આ આગ આકસ્મિક રીતે લાગી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આગને બુઝાવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા હતા, જેણે એક કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગની ઘટના બાદ મુખ્યમંત્રીના બંગલાની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. તે ઉપરાંત આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Advertisement

Advertisement

અત્યાર સુધીમાં 219 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

આ ઈમારત ગોવાના પૂર્વ મુખ્ય સચિવ દિવંગત આઈએએસ અધિકારી ટી કિપગેનના પરિવારની છે. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે મણિપુરમાં હિંસા ફાટી નીકળી ત્યારથી આ ઘર ખાલી પડ્યું છે. તો મણિપુર 3 મે, 2023ના રોજથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. ત્યારથી મણિપુર સતત હિંસાની ચપેટમાં છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 219 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: લોકસભાના સ્પીકરની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર, ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં વિપક્ષ : સૂત્ર

Tags :
Advertisement

.

×