Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mann Ki Baat : 'જ્ઞાન ભારતમ મિશન' અંતર્ગત પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે - PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) નો 124 મો એપિસોડ આજે રવિવારે પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાને જ્ઞાન ભારતમ મિશન, અવકાશ ક્ષેત્રે ભારતે મેળવેલ સિદ્ધિ, મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને યુનેસ્કોએ આપેલ માન્યતા જેવા વિષયો પર મુક્તમને વિચારો રજૂ કર્યા હતા. વાંચો વિગતવાર.
mann ki baat    જ્ઞાન ભારતમ મિશન  અંતર્ગત પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે   pm modi
Advertisement
  • આજે Mann Ki Baat નો 124 મો એપિસોડ પ્રસારિત થયો
  • PM Narendra Modi એ ભારતની અવકાશ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ વર્ણવી
  • આવનારા મહિને સ્વાતંત્ર દિવસ સંદર્ભે વડાપ્રધાને Khudiram Bose ને પણ યાદ કર્યા
  • મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને UNESCO એ માન્યતા આપી - વડાપ્રધાન મોદી
  • આ કિલ્લાઓ આપણા આત્મસન્માનને પ્રતિબિંબિત કરે છે - વડપ્રધાન મોદી
  • Gyan Bharatam Mission માં પ્રાચીન ભારતીય હસ્તપ્રતોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે - વડાપ્રધાન મોદી
  • અત્યારે દેશમાં અવકાશક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે - વડાપ્રધાન મોદી

Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રવિવારે તેમના અતિ પ્રચલિત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) ના 124મા એપિસોડમાં સૂચક સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાને પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન, અવકાશ ક્ષેત્રે ભારતે મેળવેલ સિદ્ધિ, મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને યુનેસ્કોએ આપેલ માન્યતા જેવા વિષયોને પોતાના સંબોધનમાં આવરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની આ પહેલ મન કી બાતને 22 ભારતીય અને 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવે છે.

અવકાશ ક્ષેત્રે ભારતની હરણફાળ

આજે રવિવારે વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'ના 124મા એપિસોડમાં ભારત દેશે કરેલ પ્રગતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સફળતાઓ અને સિદ્ધિઓ વિશે વાત કરીશું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઘણી બધી બાબતો બની છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Shubhaanshu Shukla) અવકાશથી પાછા ફર્યા. જ્યારે ચંદ્રયાન 3 સફળ થયું ત્યારે દેશમાં ઉત્સાહ હતો. લોકોને તેમના પર ગર્વ છે. અત્યારે દેશમાં અવકાશક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે.

Advertisement

Advertisement

ખુદીરામ બોઝને યાદ કર્યા

વડાપ્રધાન મોદીએ આવતા મહિને 15 મી ઓગષ્ટે આવનારા સ્વાતંત્ર્ય પર્વને પણ પોતાના સંબોધનમાં આવરી લીધું હતું. તેમણે કહ્યું કે, 1908 માં બિહારના મુઝફ્ફરપુરમાં એક યુવાનને ફાંસી આપવાનો હતો. તે ડરતો ન હતો તેના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તે ખુદીરામ બોઝ (Khudiram Bose) હતા. જેમણે 18 વર્ષની ઉંમરે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આવા અનેક બલિદાન પછી આપણને આઝાદી મળી. ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે. 15 મી ઓગસ્ટના રોજ આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ.

આ પણ વાંચોઃ Tamilnadu : વડાપ્રધાન મોદીએ મહત્વના દક્ષિણી રાજ્યને 4900 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

મહારાષ્ટ્રના 12 કિલ્લાઓ

124 મી મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને મહારાષ્ટ્રના 12 કિલ્લાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુનેસ્કો (UNESCO) એ મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને માન્યતા આપી છે. આ કિલ્લાઓ ઈતિહાસના સાક્ષી છે. હું થોડા સમય પહેલા રાયગઢ ગયો હતો તે અનુભવ કાયમ મારી સાથે રહેશે. આ કિલ્લાઓ આપણા આત્મસન્માનને પ્રતિબિંબિત કરે છે. દેશભરમાં આવા અનેક કિલ્લાઓ છે. હું જનતાને આ કિલ્લાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું.

જ્ઞાન ભારતમ મિશન

વડાપ્રધાન મોદીએ પોતાના આ કાર્યક્રમમાં ભારત સરકારની નવી યોજના જ્ઞાન ભારતમ મિશન (Gyan Bharatam Mission) વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલ 'જ્ઞાન ભારતમ મિશન'ની જાહેરાત કરી છે. આ મિશન અંતર્ગત પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે. ત્યારબાદ એક નેશનલ ડિજિટલ સ્ટોરેજ બનાવવામાં આવશે. જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ અને સંશોધકો ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે. હું તમને બધાને પણ વિનંતી કરું છું કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા છો અથવા જોડાવા માંગતા હો તો ચોક્કસપણે MyGov અથવા સંસ્કૃતિ મંત્રાલયનો સંપર્ક કરો. આ ફક્ત હસ્તપ્રતો નથી આ ભારતના આત્માના પ્રકરણો છે જે આપણે આવનારી પેઢીઓને શીખવવાના છે.

આ પણ વાંચોઃ  Stampede At Haridwar : હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત

Tags :
Advertisement

.

×