Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mann Ki Baat : વડાપ્રધાને કટોકટી કાળ, યોગ દિવસ, રથયાત્રા, અમરનાથ યાત્રા જેવા વિષયો આવરી લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) નો 123મો એપિસોડ આજે રવિવારે પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાને કટોકટી કાળ, યોગ દિવસ, રથયાત્રા, શ્રાવણ મહિના જેવા વિષયો પર મુક્તમને વિચારો રજૂ કર્યા હતા. વાંચો વિગતવાર.
mann ki baat   વડાપ્રધાને કટોકટી કાળ  યોગ દિવસ  રથયાત્રા  અમરનાથ યાત્રા જેવા વિષયો આવરી લીધા
Advertisement
  • International Yoga Day વધુને વધુ ભવ્ય બની રહ્યો છે - વડાપ્રધાન
  • 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' આ એક સૂત્ર નથી પણ દિશા છે - વડાપ્રધાન
  • વડનગરમાં 2121 લોકોએ સાથે મળીને ભુજંગાસન કરીને વિશ્વ કિર્તીમાન સ્થાપ્યો - વડાપ્રધાન
  • 2000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ માટે 108 સૂર્યનમસ્કાર કર્યા - વડાપ્રધાન
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રા 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું પ્રતિબિંબ છે - વડાપ્રધાન
  • આજે દેશના લગભગ 95 કરોડ લોકોને કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળી રહ્યો છે - વડાપ્રધાન

Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) નો 123મો એપિસોડ આજે રવિવારે પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાને કટોકટી કાળ, યોગ દિવસ, રથયાત્રા, શ્રાવણ મહિના જેવા વિષયો પર મુક્તમને વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાને પવિત્ર અમરનાથ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મિત્રો, લાંબા સમય પછી, કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. કૈલાસ માનસરોવરનો અર્થ ભગવાન શિવનું નિવાસસ્થાન થાય છે. હિન્દુ, બૌદ્ધ કે જૈન દરેક માટે કૈલાસને શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગણવામાં આવે છે. પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે.

કટોકટીકાળમાં લોકશાહીની હત્યા થઈ હતી

વડાપ્રધાન મોદીએ 123મી મન કી બાત કાર્યક્રમમાં કટોકટીકાળને વર્ણવતા કહ્યું કે, કટોકટીમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી અને ભારતના લોકોને હેરાન કરવામાં આવ્યા હતા.

Advertisement

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વધુને વધુ ભવ્ય બની રહ્યો છે

વડાપ્રધાન મોદીએ 123મી મન કી બાત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) અને તેની થીમ પર ચર્ચા કરી છે. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે થીમ પણ ખૂબ જ ખાસ હતી. 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' (One Earth One Health Yoga) આ ફક્ત એક સૂત્ર નથી, તે એક દિશા છે જે આપણને 'વસુધૈવ કુટુમ્બકમ'નો અનુભવ કરાવે છે. વડાપ્રધાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ વખતે પણ, 21 જૂને દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' માં ભાગ લીધો હતો. તમને યાદ હશે કે તે 10 વર્ષ પહેલા આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી. 10 વર્ષમાં આ પ્રક્રિયા દર વર્ષે વધુ ભવ્ય બની રહી છે. આ એ પણ સંકેત છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે.

Advertisement

વિશ્વના ખૂણે ખૂણે યોગ કરવામાં આવ્યા

હિમાલયના બર્ફીલા શિખરો પર ITBP સૈનિકોએ યોગ કર્યા. ગુજરાતના વડનગરમાં 2121 લોકોએ સાથે મળીને ભુજંગાસન (Bhujangasana) કરી વિશ્વ કિર્તીમાન સ્થાપ્યો. ન્યૂયોર્ક, લંડન, ટોક્યો, પેરિસ વગેરે શહેરોમાં યોગસત્ર યોજાયા હતા. દરેક યોગસત્રમાં શાંતિ, સ્થિરતા અને સંતુલન જોવા મળ્યા હતા. આપણા નૌકાદળના જહાજો પર પણ યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં 300 દિવ્યાંગોએ એકસાથે યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે સાબિત કર્યુ કે, યોગ સશક્તિકરણનું માધ્યમ પણ છે. દિલ્હીના લોકોએ યોગને સ્વચ્છ યમુનાના સંકલ્પ સાથે જોડ્યો અને યમુના કિનારે જઈને યોગ કર્યા. જમ્મુ અને કાશ્મીરમાં લોકોએ ચિનાબ બ્રિજ પર પણ યોગ કર્યા, જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. વિશાખાપટ્ટનમના બીચ પર 3 લાખ લોકોએ સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમમાં 2 હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ માટે 108 સૂર્યનમસ્કાર કર્યા.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું પ્રતિબિંબ છે

આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ જોઈ. ઓડિશા, ગુજરાત કે પછી દેશના કોઈ પણ ખૂણામાં હજારો-લાખો ભક્તો આ યાત્રામાં ભાગ લે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી આ યાત્રાઓ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે આપણી ધાર્મિક યાત્રા ભક્તિ, સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ શિસ્ત સાથે પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણને તેનું ફળ પણ મળે છે. આ દરેક ભાગ્યશાળી યાત્રાળુઓને હું મારી શુભકામનાઓ પાઠવું છું.

આ પણ વાંચોઃ Puri Rath Yatra Stampede: પુરીમાં રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિરમાં નાસભાગ, 3 લોકોના મોત, 10 થી વધુ ઘાયલ

આજે દેશના લગભગ 95 કરોડ લોકોને કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળી રહ્યો છે

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના અહેવાલનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, મિત્રો આજે ભારતમાં મોટાભાગની વસ્તી અનેક સામાજિક સુરક્ષા યોજનાનો લાભનો લાભ લઈ રહી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)નો ખૂબ જ મહત્વપૂર્ણ અહેવાલ આવ્યો છે. આ અહેવાલ અનુસાર ભારતની 64% થી વધુ વસ્તી હવે કેટલાક સામાજિક સુરક્ષા લાભો મેળવી રહી છે. આજે દેશના લગભગ 95 કરોડ લોકોને કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળી રહ્યો છે. આ પહેલા 2015માં સરકારી યોજનાઓનો લાભ 25 કરોડથી ઓછા લોકો સુધી પહોંચી રહી હતી.

ટ્રેકોમા મુક્ત ભારત

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને ભારત ટ્રેકોમા મુક્ત બન્યું હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હવે ભારત ટ્રેકોમા મુક્ત દેશ બની ગયો છે. આ લાખો લોકોની મહેનતનું પરિણામ છે જેમણે આ રોગ સામે અથાક અને અટક્યા વિના લડ્યા. આ સફળતા આપણા આરોગ્ય કર્મચારીઓની છે. સ્વચ્છ ભારત અભિયાને એ પણ તેને નાબૂદ કરવામાં ઘણી મદદ કરી. જલ જીવન મિશન એ પણ આ સફળતામાં ઘણું યોગદાન આપ્યું. આજે જ્યારે નળ દ્વારા દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચી રહ્યું છે, ત્યારે આવા રોગોનું જોખમ ઓછું થયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન- WHO એ પણ આ બાબતની પ્રશંસા કરી છે કે, ભારતે માત્ર આ રોગનો સામનો જ નથી કર્યો પરંતુ તેના મૂળ કારણોને પણ દૂર કર્યા છે.

આ પણ વાંચોઃ New Delhi : ખૈબર પખ્તુનખ્વામાં થયેલ આત્મઘાતી હુમલાનો પાકિસ્તાનનો આરોપ ભારતે નકારી કાઢ્યો

Tags :
Advertisement

.

×