ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Marathi Language Controversy : મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાંએ ઢોર માર માર્યો, કહ્યું- આ 'શિવસેના સ્ટાઈલ' છે

મરાઠી ભાષા વિવાદમાં ફરીથી લાફાવાળી મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાએ માર્યો માર શિવસેના UBTના કાર્યકરોએ કરી ગુંડાગર્દી રિક્ષાચાલક સામે વાંધાજનક ટિપ્પણીનો આરોપ વિરાર સ્ટેશન પર મરાઠી વિરૂદ્ધ બોલ્યો હતો Marathi Language Controversy : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ઓટો રિક્ષા ચાલકને...
03:39 PM Jul 13, 2025 IST | Hiren Dave
મરાઠી ભાષા વિવાદમાં ફરીથી લાફાવાળી મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાએ માર્યો માર શિવસેના UBTના કાર્યકરોએ કરી ગુંડાગર્દી રિક્ષાચાલક સામે વાંધાજનક ટિપ્પણીનો આરોપ વિરાર સ્ટેશન પર મરાઠી વિરૂદ્ધ બોલ્યો હતો Marathi Language Controversy : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ઓટો રિક્ષા ચાલકને...
North Indian In Maharashtra

Marathi Language Controversy : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જાહેરમાં ડ્રાઇવરને (Rickshaw Driver Beaten) માર માર્યો હતો અને મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કથિત રીતે 'વાંધાજનક' ટિપ્પણી કરવા બદલ માફી મગાવી હતી. રિક્ષા ચાલક પર કથિત રીતે યુવકને ધમકી અને મરાઠી ભાષામાં બોલવાનો વિરોધ કર્યો હતો. રિક્ષા ચાલકે યુવકને પણ ધમકી આપી હતી અને તેને ભોજપુરી અને હિન્દી બોલવાની ફરજ પાડી હતી.

થોડા દિવસ પહેલા થયો હતો ઝઘડો

થોડા દિવસો પહેલા, વિરાર સ્ટેશન પરિસરમાં એક રિક્ષા ચાલક અને ટુ-વ્હીલર સવાર વચ્ચે મરાઠી ભાષાને લઈને ઝઘડો થયો હતો. રિક્ષા ચાલક યુવકને ધમકાવતો અને મરાઠી ભાષામાં બોલવાનો વિરોધ કરતો જોવા મળ્યો હતો. રિક્ષા ચાલકે યુવકને પણ ધમકી આપી હતી અને તેને ભોજપુરી અને હિન્દી બોલવાની ફરજ પાડી હતી

આ પણ  વાંચો -BJP Leader: સ્મશાનમાં કારની અંદર પરિણીત મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા પકડાયા ભાજપ નેતા

શું છે આખો મામલો?

વાયરલ વીડિયો મુજબ આ ઘટના વિરાર રેલ્વે સ્ટેશન નજીક એક વ્યસ્ત રસ્તા પર બની હતી. એવું જાણવા મળ્યું હતું કે બહારથી આવેલા સ્થળાંતરિત ડ્રાઇવરે કથિત રીતે મરાઠી ભાષા, મહારાષ્ટ્ર રાજ્ય અને મરાઠી આઇકોન્સ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આનો એક અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રાજકીય સંગઠનો અને લોકોમાં રોષ ફેલાયો હતો.

આ પણ  વાંચો -Hyderabad : ભારતીય ન્યાયતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે - CJI ગવઈ

જાહેરમાં માફી મગાવી

શનિવારે, મહિલાઓ સહિત એક જૂથે ઓટો ડ્રાઈવરને થપ્પડ મારી અને તેને એક પુરુષ અને તેની બહેનની જાહેરમાં માફી માંગવા દબાણ કર્યું, જેમની સાથે તેણે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત, તેને મહારાષ્ટ્ર અને તેની સંસ્કૃતિનું 'અપમાન' કરવા બદલ જાહેરમાં માફી માંગવા પણ કહેવામાં આવ્યું હતું.

Tags :
Marathi Language ControversyMNS Shiv Sena WorkersNorth Indian In MaharashtraRickshaw Driver Beaten
Next Article