Gurugram Traffic Jam : ગુરુગ્રામમાં વરસાદ બાદ ભયંકર ટ્રાફિક જામ, 7 કિમી સુધી ગાડીઓ ફસાઈ
Gurugram Traffic Jam : દિલ્હી-નોઈડા અને ગુરુગ્રામમાં (Gurugram Traffic Jam)સોમવારનો દિવસ ઓફિસ જનારા લોકો માટે ખૂબ જ કપરો રહ્યો. આખો દિવસ વરસાદ થયો અને ઓફિસેથી ઘરે આવતા રસ્તામાં ભયંકર ટ્રાફિક જામે લોકોને ખૂબ જ હેરાન કર્યા. પણ ગુરુગ્રામવાળા દિલ્હી-નોઈડા કરતા પણ ક્યાંય વધારે હેરાન થતાં હોવાનું દેખાઈ રહ્યું છે. વરસાદના કારણે પાણી ભરાયા અને પછી ટ્રાફિક જામ થયો, જે ખૂબ જ હેરાન કરનારો હતો. ભારતની સાઈબર સિટી ગણાતા ગુરુગ્રામના ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો કેટલાય કલાકો સુધી ઘરે જવા માટે ગાડીઓમાં બેસીને રાહ જોતા રહ્યા હતા.
હીરો હોન્ડા ચોક પર ટ્રાફિક (Gurugram Traffic Jam)
ગુરુગ્રામના NH-48 ની હીરો હોન્ડા ચોકથી નરસિંહપુર સુધી જતા રસ્તા પર સાતથી આઠ કિમી સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો. જ્યાં જુઓ ત્યાં ગાડીઓની લાઈટ્સ દેખાતી હતી અને હોર્નનો દેકારો સંભળાતો હતો. બીજા કેટલાય રસ્તાની હાલત પણ કંઈક આવી જ હતી. મંગળવારે પણ ગુરુગ્રામ માટે વરસાદનું યેલો એલર્ટ છે અને વર્ક ફ્રોમ હોમના ઓર્ડર આપી દીધા છે. આ ઉપરાંત તમામ સ્કૂલો બંધ છે અને ક્લાસ પણ ઓનલાઈન થશે.
આ પણ વાંચો -Supreme Court : TET પાસ કરો નહીંતર નોકરી છોડો ,શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ
ટ્રાફિકના કારણે બધા રોડ ઠપ થઈ (Gurugram Traffic Jam)
સોમવારે બપોરે 3.30 વાગ્યાથી શહેરમાં મુશળધાર વરસાદ થયો, જેનાથી કેટલાય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને સાંજ થતાં થતાં ટ્રાફિકના કારણે બધા રોડ ઠપ થઈ ગયા. ગુડગાંવ જિલ્લામાં સોમવાર સવારે 8 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે સરેરાશ 45 મિમી વરસાદ નોંધાયો, જેમાં વઝીરાબાદમાં 85 મિમી, કાદીપુર અને હરસરુમાં 80-80 મિમી, બાદશાહપુરમાં 25 મિમી, સોહનામાં 23 મિમી, માનેસરમાં 22 મિમી, પટૌદીમાં 13 મિમી અને ફારુખનગરમાં 10 મિમી વરસાદ નોંધાયો.
વહીવટીતંત્રના દાવાઓ ખુલ્લા પડી
આનું મુખ્ય કારણ શહેરમાં ખરાબ ગટર વ્યવસ્થા અને બિનઆયોજિત બાંધકામ છે. સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ સુવિધાઓ અંગે મોટા દાવા કરે છે, પરંતુ દર વખતે હળવા વરસાદમાં આ દાવાઓ ખુલ્લા પડી જાય છે.


