ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચાલતી એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ! જીજાજી વિરુદ્ધ POCSO હેઠળ નોંધાયો કેસ

મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાં એક ભયાનક ઘટના સામે આવી છે જ્યાં એક સગીરા પર તેના જ જીજાજી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ ઘટના 108 એમ્બ્યુલન્સમાં બની હતી, જ્યાં પીડિતા અને તેની મામાની દીકરી પાછળની સીટ પર બેઠી હતી, જ્યારે તેનો જીજાજી અને મામા આગળ બેઠા હતા. રસ્તામાં પાણી લેવાના બહાને જીજાજી પાછળની સીટ પર આવ્યા અને પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યું.
03:40 PM Nov 29, 2024 IST | Hardik Shah
મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાં એક ભયાનક ઘટના સામે આવી છે જ્યાં એક સગીરા પર તેના જ જીજાજી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ ઘટના 108 એમ્બ્યુલન્સમાં બની હતી, જ્યાં પીડિતા અને તેની મામાની દીકરી પાછળની સીટ પર બેઠી હતી, જ્યારે તેનો જીજાજી અને મામા આગળ બેઠા હતા. રસ્તામાં પાણી લેવાના બહાને જીજાજી પાછળની સીટ પર આવ્યા અને પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યું.
Mauganj Ambulance Rape Case
  • ચાલતી એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ!
  • જીજાજીના રાક્ષસી કૃત્યથી માનવતા શરમાઈ ગઈ
  • મધ્યપ્રદેશમાં સગીરા સાથે નિર્મમ દુષ્કર્મનો કિસ્સો
  • 108 એમ્બ્યુલન્સમાં 3 વખત દુષ્કર્મ, પીડિતાની ફરિયાદથી ખળભળાટ
  • જીજાજી અને ડ્રાઈવરના રાક્ષસી કરતૂતનો પર્દાફાશ
  • મામાના કૌટુંબિક કૃત્યએ સમાજને હચમચાવી દીધું
  • એમ્બ્યુલન્સમાં રાતભર દુષ્કર્મ: POCSO હેઠળ કેસ નોંધાયો
  • દુષ્કર્મની શરમજનક ઘટના, આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
  • જન્મદાતા સંબંધોને શરમાવે તેવો કિસ્સો
  • પીડિતાની હિંમતથી ખુલ્યો દુષ્કર્મનો કાળો ચહેરો 

દેશમાં આજે પણ માણસના ચહેરામાં ઘણા રાક્ષસો ફરી રહ્યા છે. રોજ દુષ્કર્મની ઘટનાઓ હવે જાણે સામાન્ય બનતી જઈ રહી છે. ત્યારે આજે મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલા હનુમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં સૌથી નવાઈની વાત એ છે કે, જેણે આ સગીરા પર દુષ્કર્મ કર્યું છે તે કોઇ બીજુ નહીં પણ તેનો જીજાજી છે.

જીજાજીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી

સમગ્ર મામલે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે એમ્બ્યુલન્સ પણ મળી આવી છે. ઘટનાને વિસ્તારથી પીડિતાએ જણાવતા કહ્યું છે કે, તે અને તેના મામાની નાની દીકરી એમ્બ્યુલન્સની પાછળ બેઠા હતા. જ્યારે એમ્બ્યુલન્સની આગળની સીટ પર તેના જીજાજી અને મામા બેઠા હતા. વળી વાહનને પંડિત ડ્રાઈવ કરી રહ્યા હતા. વળી થોડા દૂર ગયા બાદ રસ્તામાં પાણી લેવાના બહાને, તેના મામાની પુત્રી એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરી, જે પછી આગળ બેઠેલા જીજાજી નીચે ઉતર્યા અને પાછળની સીટ પર આવી ગયા. પછી એમ્બ્યુલન્સ આગળ વધવા લાગી. જ્યારે પીડિતાએ આ વિશે પૂછ્યું તો તેના જીજાજીએ તેને શાંતિથી બેસવાનું કહ્યું. આ પછી જ્યારે પીડિતાએ બુમો પાડવાનું શરૂ કર્યું તો જીજાજીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી.

ચાલુ એમ્બ્યુલન્સમાં દુષ્કર્મ

પીડિતાનો આરોપ છે કે 108 એ એમ્બ્યુલન્સને પહાડી તરફ લઈ જવામાં આવી. આ પછી તેના જીજાજીએ ચાલતા વાહનમાં જ તેના પર 3 વખત દુષ્કર્મ ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ તેણે આ ઘટના અંગે કોઈને ન કહેવાની ધમકી આપી હતી. આરોપી તેને આખી રાત એમ્બ્યુલન્સમાં ફરાવતો રહ્યો. પીડિતા 23 નવેમ્બરની સવારે ગભરાઈને તેના ઘરે પહોંચી હતી. તેણે કોઈક રીતે હિંમત એકઠી કરી અને તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું. માહિતી મળતા જ પરિવાર પીડિતાને પોલીસ સ્ટેશન લઈ ગયો અને આ અંગે ફરિયાદ નોંધાવી.

મામા અને મામાની દીકરી ફરાર

આ ઘટનાની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી જીજાજી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધા હતા. આ સાથે પોલીસે ઘટનામાં વપરાયેલી 108 જનની એક્સપ્રેસ એમ્બ્યુલન્સ પણ કબજે કરી છે. આ સિવાય પોલીસે POCSO એક્ટ તેમજ BNS હેઠળ કેસ નોંધ્યો છે અને પીડિતાની મામાની છોકરી (આરોપી બહેન) અને મામાની શોધ શરૂ કરી છે.

પોલીસ કરી રહી છે તપાસ

ઉલ્લેખનીય છે કે, 108 જનની એક્સપ્રેસ એક ખાનગી એમ્બ્યુલન્સ સુવિધા છે જે કોઈપણ ઈમરજન્સીમાં ગર્ભવતી મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે સરકારી યોજના હેઠળ કામ કરે છે. બાળકીના દુષ્કર્મમાં વપરાયેલી એમ્બ્યુલન્સને રીવા લાવવામાં આવી હતી અને મૌગંજ પોલીસે તેને જપ્ત કરી લીધી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો:  NZ vs ENG 1st Test : ચાલુ મેચમાં ચાહકો દોડી આવ્યા, મેદાનમાં લીધી સેલ્ફી અને રમ્યા ક્રિકેટ

Tags :
108 Janani Express ambulanceAmbulance driver arrestedAmbulance rape incidentAmbulance used in crimeBrother-in-law accused of rapeChild abuse in Madhya PradeshCriminal case under BNS ActFamily member abuseFamily scandal and crimeGujarat FirstHardik ShahMadhya Pradesh crimeMaugonj district rape caseminor girl sexual assaultPerpetrator arrested by policePOCSO Act chargesPolice investigation in MaugonjPublic service vehicle abuseRape case in emergency vehicleRape in moving ambulanceSexual assault threat by accusedVictim’s courage to report crime
Next Article