Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MEA : 'પાક મોં સંભાળીને બોલ, નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ'

MEA: ભારતે પાકિસ્તાન દ્વારા સતત આપવામાં આવી રહેલા ભારત વિરોધી નિવેદનોનો યોગ્ય જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે કોઈપણ ખોટા નિવેદનો માટે તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે.વિદેશ મંત્રાલય (MEA) એ પાકિસ્તાન(pakistan) ના આ નિવેદનોને એક જાણીતી રણનીતિ ગણાવી...
mea    પાક મોં સંભાળીને બોલ  નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ
Advertisement

MEA: ભારતે પાકિસ્તાન દ્વારા સતત આપવામાં આવી રહેલા ભારત વિરોધી નિવેદનોનો યોગ્ય જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે કોઈપણ ખોટા નિવેદનો માટે તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે.વિદેશ મંત્રાલય (MEA) એ પાકિસ્તાન(pakistan) ના આ નિવેદનોને એક જાણીતી રણનીતિ ગણાવી છે, જેનો હેતુ ભારત વિરોધી વાતાવરણ બનાવવાનો અને તેની નિષ્ફળતાઓ પરથી બધાનું ધ્યાન હટાવવાનો છે.

ભારતે પાકિસ્તાનના નિવેદનો પર ચેતવણી આપી છે (MEA)

MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,અમે પાકિસ્તાન તરફથી સતત ભારત વિરોધી નિવેદનો સાંભળી રહ્યા છીએ, યુદ્ધ ફેલાવનારા નિવેદનો જોયા છે. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વારંવાર ભારત વિરોધી વાતો કહેવી એ પાકિસ્તાની નેતૃત્વનો રસ્તો છે.પાકિસ્તાનને સલાહ આપવામાં આવે છે કે તે તેના નિવેદનો પર રોક લગાવે, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે..

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ઓપરેશન સિંદૂરનાં જાંબાજોનું સન્માન, વાયુસેનાનાં 36 , BSF ના 16 જવાનને પુરસ્કાર

સિંધુ જળ સંધિ પર ભારતનું મોટું નિવેદન (MEA)

ભારતે સિંધુ જળ સંધિ (Indus Water Treaty)અંગે કહેવાતા મધ્યસ્થી અદાલતના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો.જયસ્વાલે કહ્યું,ભારતે ક્યારેય આ કહેવાતા અદાલતની માન્યતા, અધિકારક્ષેત્ર અથવા યોગ્યતાને સ્વીકારી નથી. તેના નિર્ણયનો કોઈ કાનૂની આધાર નથી અને તે ભારતના પાણીના ઉપયોગના અધિકારોને અસર કરતું નથી.તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે 27 જૂન 2025 ના રોજ,ભારત સરકારે એક સાર્વભૌમ નિર્ણય હેઠળ આ સંધિને સ્થગિત કરી હતી. આ નિર્ણય પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદ,ખાસ કરીને પહેલગામ હુમલાના જવાબમાં લેવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -BIHAR SIR : સુપ્રીમ કોર્ટે EC ને કહ્યું હટાવેલ 65 લાખ લોકોની લિસ્ટ જાહેર કરો..!

ભારત-યુએસએ વચ્ચે મજબૂત ભાગીદારી પર ભાર

વિદેશ મંત્રાલયે ભારત અને યુએસ વચ્ચેના ઊંડા વ્યૂહાત્મક સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો. જયસ્વાલે કહ્યું, 'ભારત અને યુએસ વચ્ચે એક વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે સહિયારા હિતો, લોકશાહી મૂલ્યો અને મજબૂત લોકોથી લોકોના સંબંધો પર આધારિત છે. આ સંબંધ ઘણા ફેરફારો અને પડકારોમાંથી પસાર થયો છે, પરંતુ અમારું ધ્યાન પરસ્પર આદર અને સહિયારા હિતો પર આધારિત સંબંધને આગળ વધારવા પર છે.'

Tags :
Advertisement

.

×