Meghalaya : 4000 ટન કોલસો કોણ લઈ ગયું...? મંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ
- કુદરતી સંપદાથી ભરપૂર રાજ્ય Meghalaya માં 4000 ટન કોલસો ગાયબ થયો
- મેઘાલય હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો
- ગાયબ થયેલા કોલસા મુદ્દે રાજ્ય મંત્રી શૈલાએ ઉડાઉ જવાબ આપ્યો
Meghalaya : કૌભાંડો અને મંત્રીના ઉડાઉ જવાબો કોઈ લાફ્ટર શોથી કમ નથી હોતા. આવી જ એક ઘટના મેઘાલય (Meghalaya) માં બની છે. કુદરતી સંપદાથી ભરપૂર આ રાજ્યમાં 4000 ટન કોલસો ગાયબ થઈ ગયો છે. આટલી મોટી માત્રામાં કોલસાનો જથ્થો કોણ લઈ ગયું તેની કોઈને ખબર જ નથી. આ મુદ્દે મેઘાલય હાઈકોર્ટ (Meghalaya High Court) એ 4000 ટનથી વધુ કોલસા ગાયબ થવા બદલ રાજ્ય સરકારને ઠપકો આપી ચૂકી છે. આ ઠપકાને લીધે મેઘાલય સરકારને નીચું જોવાનો વારો આવ્યો હતો. તેથી મેઘાલય સરકારના એક રાજ્ય મંત્રી કિરમેન શૈલા (Kirman Shaila) એ મીડિયાને ઉડાઉ જવાબ આપીને સરકારની આબરુ બચાવવાનો લૂલો પ્રયાસ કર્યો છે.
મંત્રીનો ઉડાઉ જવાબ
મેઘાલય જેવા રાજ્યમાંથી 4000 ટન કોલસો ગાયબ થઈ ગયો છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે અને હાઈકોર્ટ પણ રાજ્ય સરકારનો ઉધડો લઈ ચૂકી છે. હવે રાજ્ય સરકારના આબકારી મંત્રી કિરમેન શૈલા (Kirman Shaila) એ ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં વરસાદ વધુ પડે છે તેથી કદાચ વરસાદમાં કોલસો વહી ગયો હશે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે ઠપકો આપ્યા બાદ સંબંધિત વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
Heavy Rainfall may have contributed to disappearance of coal, says Excise Minister #Meghalaya #CoalMissing #KyrmenShylla #IllegalMining #EastJaintiaHills https://t.co/HQgeHxv13k
— Syllad (@Sylladofficial) July 28, 2025
રાજ્ય સરકાર માટે કર્યો લૂલો બચાવ
સોમવારે મીડિયા સાથે આ મુદ્દે વાત કરતા આબકારી મંત્રી કિરમેન શૈલાએ કહ્યું, મેઘાલયમાં સૌથી વધુ વરસાદ પડે છે. વરસાદને કારણે કોલસો ધોવાઈ ગયો હશે. આની શક્યતા ખૂબ વધારે છે. જોકે, મંત્રીએ સ્પષ્ટતા કરી કે તેઓ કોલસાના ગાયબ થવાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા નથી. તેમણે સ્વીકાર્યુ કે નુકસાન કુદરતી કારણોસર થયું છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિથી થયું છે તે નક્કી કરવા માટે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોલસાના ખાણકામ અથવા પરિવહન સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ કાયદા અનુસાર થવી જોઈએ અને અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય. 25 જુલાઈના રોજ, મેઘાલય હાઈકોર્ટે રાજાજુ અને ડિએંગનાગાંવ ગામોમાંથી કોલસાના ગાયબ થવા અંગે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો અને ગેરકાયદેસર રીતે કોલસો ઉપાડનારાઓને શોધવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કોલસાનું નિરીક્ષણ કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચોઃ Death to Trump ના નારા સાથે મુસાફરે Flight માં બોમ્બની ધમકી આપી, અને પછી..!


