UP Accident : UP માં મંત્રીના વાહનોના કાફલાને અકસ્માત, શિક્ષણ મંત્રી ગુલાબો દેવી ગંભીર રીતે ઘાયલ
- યુપીના હાપુડમાં છિજરસી ચોકી પાસે અકસ્માત
- શિક્ષણ રાજ્યમંત્રી ગુલાબ દેવી નડ્યો અકસ્માત
- શિક્ષણ રાજ્યમંત્રી સામાન્ય ઈજાઓ પહોંચી
UP Accident : યુપીના હાપુડમાં (Hapur)રાષ્ટ્રીય ધોરીમાર્ગ 9 પર છિજરસી ચોકી પાસે એક(Road Accident) અકસ્માત થયો. યોગી સરકારના શિક્ષણ રાજ્યમંત્રી ગુલાબ દેવી (gulabo Devi Ministe)આ અકસ્માતમાં બચી ગયા. જોકે, તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ પછી, રાજ્યમંત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં રાજ્યમંત્રીની કાર સહિત કાફલાની ત્રણ કારને પણ નુકસાન થયું હતું. રાજ્યમંત્રીના કાફલાના વાહનોની ટક્કરના સમાચારથી પોલીસ-પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો. પોલીસે રાજ્યમંત્રીને સારવાર માટે રામા હોસ્પિટલમાં દાખલ કર્યા.
વાહનોએ નુકસાન પહોંચાડ્યું
મળતી માહિતી મુજબ, માધ્યમિક શિક્ષણ રાજ્યમંત્રી ગુલાબ દેવી દિલ્હીથી અમરોહા આવી રહ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 9 પર છિજરસી ચોકી નજીક પહોંચતા જ તેમના કાફલાની આગળ જઈ રહેલા ત્રણ વાહનો અચાનક બંધ થઈ ગયા. જેના કારણે તેમને એસ્કોર્ટ કરી રહેલી કારને તે વાહનોએ નુકસાન પહોંચાડ્યું. તે જ સમયે, રાજ્યમંત્રી ગુલાબ દેવીની કારને પણ નુકસાન થયું. જેમાં તેમને થોડી ઈજા થઈ હતી.
આ પણ વાંચો -Delhi: લાલ કિલ્લાથી લઇને ચાંદની ચોક સુધી..ભગવા રંગમાં રંગાશે ઐતિહાસિક ઇમારતો?
ડ્રાઇવરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા
આ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોનો લાંબો જામ થઈ ગયો હતો. માર્ગ અકસ્માતની માહિતી મળતા જ કોતવાલી પોલીસ ટીમ સાથે પહોંચી ગઈ હતી અને તેમને બીજા વાહનમાં રામા હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાઇવરોને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. સારવાર બાદ તેમનો કાફલો અમરોહા જવા રવાના થયો હતો. સીઓ અનિતા ચૌહાણે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. ડ્રાઇવરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.


