Ministry of Defence : ઈન્ડિયન આર્મી અને એરફોર્સને મળશે નવા 200 હાઈટેક હેલિકોપ્ટર્સ
- Ministry of Defence દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી
- ભારતીય સેનામાંથી ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરને રીટાયર્ડ કરી દેવામાં આવશે
- હવે તેમનું સ્થાન હાઈટેક અને વેટલેસ હેલિકોપ્ટર્સ લેશે
Ministry of Defence: ભારતીય સેનામાં વર્ષોથી ફરજ બજાવતા ચેતક (Chetak) અને ચિત્તા (Chitah)હેલિકોપ્ટરને રીટાયર્ડ કરી દેવામાં આવશે. હવે તેમનું સ્થાન હાઈટેક અને વેટલેસ હેલિકોપ્ટર્સ લેશે. આ નવા હેલિકોપ્ટર દિવસ અને રાત એમ બંને સમયે જાસૂસી, દેખરેખ, સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં કારગત હશે. સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) ના જણાવ્યા અનુસાર ભારતીય સેના જૂના ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરની જગ્યાએ હાઈટેક હેલિકોપ્ટરનો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરને ટૂંક સમયમાં ભારતીય સેનાની વિવિધ પાંખોમાંથી રિટાયર્ડ કરવામાં આવશે.
Chetak Helicopter Gujarat First-09-08-2025--
Ministry of Defence દ્વારા RFI જાહેર કરાઈ
સંરક્ષણ મંત્રાલયે 200 આધુનિક હળવા હેલિકોપ્ટર માટે માહિતી સંદર્ભની વિનંતી (RFI) જાહેર કરવામાં આવી છે. RFI ટેકનિકલ જરૂરિયાતોની વિગતોને રજૂ કરે છે જે સંભવિત સપ્લાયર્સને સોંપવામાં આવે છે. જેથી આ હેલિકોપ્ટર સપ્લાયમાં સરળતા રહે છે. આ હેલિકોપ્ટરને રિકોનિસન્સ એન્ડ સર્વેલન્સ હેલિકોપ્ટર (Reconnaissance and Surveillance Helicopters-RSH) તરીકે પણ ઓળખવામાં આવે છે. RFI અનુસાર 120 હેલિકોપ્ટર આર્મીને જ્યારે 80 હેલિકોપ્ટર એરફોર્સને સોંપવામાં આવશે.
Chetak Helicopter Gujarat First-09-08-2025-
આ પણ વાંચોઃ Jammu kashmir: કુલગામ એન્કાઉન્ટરમાં 2 સૈનિકો શહીદ, એક આતંકવાદી પણ ઠાર
સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન
RFI અનુસાર સંભવિત સપ્લાયર્સમાં મૂળ સાધનો ઉત્પાદકો (OEMs) સાથે ભાગીદારી કરતી ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે. જે આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભારતના ઉદ્દેશ્ય સાથે સુસંગત છે. આ હેલિકોપ્ટર દિવસ અને રાત્રિ બંને સમયે જાસૂસી, દેખરેખ, શોધ અને બચાવ માટે કાર્ય કરશે. આ હેલિકોપ્ટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ તેમજ ખાસ કામગીરી માટે આંતરિક અને બાહ્ય ટ્રાન્સપોર્ટેશન વગેરે માટે સક્ષમ હોવાની સંરક્ષણ મંત્રાલયની માંગણી છે.
MoD has issued an RFI to procure 200 Light Helicopters for Reconnaissance & Surveillance roles, 120 for the Indian Army and 80 for the IAF.
RFI aims to finalise the SQRs, procurement category, & identify potential vendors, including Indian firms partnering with OEMs for joint… pic.twitter.com/1shefmTa5F
— Defence Core (@Defencecore) August 8, 2025
આ પણ વાંચોઃ Weather Forecast: દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, યુપીમાં નદીઓમાં પૂર, ઉત્તરાખંડમાં યલો એલર્ટ


