Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Marathi Language Controversy : મુંબઈના રસ્તા પર ઉતર્યા મનસેના કાર્યકરો, પોલીસે કાર્યકરોને કર્યા ડિટેઇન

Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ (Marathi Language Controversy)એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી (Raj Thackeray Party)મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર...
marathi language controversy    મુંબઈના રસ્તા પર ઉતર્યા મનસેના કાર્યકરો  પોલીસે કાર્યકરોને કર્યા ડિટેઇન
Advertisement

Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ (Marathi Language Controversy)એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી (Raj Thackeray Party)મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો. વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

પોલીસની પરવાનગી વિના જ કાઢી રેલી

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -RCB ના આ ક્રિકેટર પર ગાઝિયાબાદની યુવતીએ લગાવ્યો જાતીય શોષણનો આરોપ, FIR દાખલ

મુખ્યમંત્રી ફડણવીસે આપી પ્રતિક્રિયા

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ પણ  વાંચો -બિહારમાં ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત, સરકારી નોકરીઓમાં મહિલાઓને 35 ટકા અનામત

આ પરિસ્થિતિ કટોકટી જેવી છે: મનસે નેતા સંદીપ દેશપાંડે

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

મારપીટની ઘટના અને વેપારી સમુદાયનો ગુસ્સો

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Tags :
Advertisement

.

×