Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોદીજી અમારા માટે ભગવાન છે, બસ તેમના દર્શન માટે આવ્યા છીએ.. અમેરિકામાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી

વડાપ્રધાન મોદી અમેરિકામાં વસતા ભારતીયોમાં કેટલા લોકપ્રિય છે તે કહેવું હોય તો શબ્દોમાં કહેવું મુશ્કેલ જ નહીં અશક્ય છે.. કારણ કે ગુજરાત ફર્સ્ટની ટીમ સમક્ષ ન્યૂયોર્કમાં વસતા ભારતીયોએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટેની ઉત્સુકતા વ્યક્ત કરી...
મોદીજી અમારા માટે ભગવાન છે  બસ તેમના દર્શન માટે આવ્યા છીએ   અમેરિકામાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી
Advertisement

વડાપ્રધાન મોદી અમેરિકામાં વસતા ભારતીયોમાં કેટલા લોકપ્રિય છે તે કહેવું હોય તો શબ્દોમાં કહેવું મુશ્કેલ જ નહીં અશક્ય છે.. કારણ કે ગુજરાત ફર્સ્ટની ટીમ સમક્ષ ન્યૂયોર્કમાં વસતા ભારતીયોએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટેની ઉત્સુકતા વ્યક્ત કરી તે કોઇ દેવતાના દર્શન કરવા માટેની ઉત્સુકતાથી જરાય ઓછી નહોતી. એક ભારતીય મહિલાએ કહ્યું મોદીજીની એક ઝલક મેળવવા માટે કોઇ ટેક્સી કરીને આવ્યું છે તો કોઇ બસમાં આવ્યું છે તો કોઇ પાર્કિંગના 100 ડોલર ખર્ચીને આવ્યું છે, અમે પણ સવારે 4 વાગ્યાના ઉઠીને ફક્ત મોદીજીના દર્શન કરવા માટે આવ્યા છીએ સૌથી પહેલા મોદીજીના દર્શન કરીશું કારણ કે તે અમારા માટે ભગવાન જેવા જ છે.

Advertisement

ત્યાં ઉપસ્થિત સૌ કોઇના ભલે શબ્દો અલગ હતા પરંતુ ભાવનાઓ એક જ હતી.. એક ભારતીયએ કહ્યું કે સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ કરતા પણ કોઇ મોટો યુગપુરુષ જો કોઇ હોય તો તે નરેન્દ્ર મોદી છે આ ત્રણને ભેગા કરીને એક માનવ બન્યો તે નરેન્દ્ર મોદી છે, તે કુદરતનો ચમત્કાકર છે

Advertisement

અન્ય એક ભારતીય મહિલાએ કહ્યું કે યોગા તો સિમ્બોલિક છે, પરંતુ મૂળ સંદેશ એ છે કે આપણે બધા એક થઇએ અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેમણે તેમણે કહ્યું મોદી માત્ર ભારતના નહીં પરંતુ વિશ્વના લીડર છે. મોદીજી દુનિયામાં છવાયેલા છે.. અને મોદીજી ફરી 2024માં ચૂંટાશે.. તેમણે કીધું મોદીને રૂબરુ જોવા તેમના માટે ગર્વની ક્ષણ છે

અન્ય એક ભારતીય મહિલાએ પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે વી લવ મોદીજી, તેમણે કહ્યું કે મોદીજી માત્ર ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વના નેતા છે... મોદી ઇઝ મોદી કહીને તેમણે વડાપ્રધાન મોદી પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી

અન્ય એક ભારતીયએ વડાપ્રધાન નરેન્દ્રમોદીની પ્રશંસા કરતા બિન ફેરે હમ તેરે ફિલ્મું ગીત લલકાર્યુ હતું અને કહ્યું હતું કે..... હમે જો તુ્મ્હારા સહારા ન મિલતા, ભંવરમેં હીં રહેતે કીનારા ન મિલતા.. અંધેરેે મે દિખાઇ ન દેતી જ્યોતિ અગર મોદીજી તુમ ન હોતે ..

ભારતના ઇતિહાસમાં વડાપ્રધાન મોદીએ જેટલી લોકપ્રિયતા મેળવી છે તેટલી લોકપ્રિયતા ભાગ્યેજ કોઇ રાજકીય નેતાએ મેળવી હશે,  વડાપ્રધાન મોદીનો જે જાદુ ન્યૂયોર્કમાં જોવા મળ્યો તેણે દરેક ભારતીયને ગૌરવનો અનુભવ કરાવ્યો છે.

Tags :
Advertisement

.

×