SCO Summit 2025 : મોદી અને પુતિન વાત કરતા રહ્યા, શહબાઝ શરીફ લાચારીથી જોતા રહ્યા, જૂઓ વાયરલ વીડિયો
- SCO SUMMIT 2025 માં જોવા મળી રસપ્રદ ઘટના
- પીએમ મોદી અને પુતિનને વાતો કરતા જઈ રહ્યા હતા
- ત્યારે પાકિસ્તાન પીએમ શહબાઝ શરીફ લાચારીથી જોઈ રહ્યા
- સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
SCO SUMMIT 2025 : ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO (Shanghai Cooperation Organisation) સમિટમાં એક રસપ્રદ ઘટના જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હસતા-હસતા આગળ વધી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ તેમને લાચારીભરી નજરથી જોઈ રહ્યા છે.
વિશ્વ મંચ પર ભારતનો વધતો પ્રભાવ (SCO Summit 2025)
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પીએમ મોદી અને પુતિન વચ્ચે એક જૂની અને મજબૂત મિત્રતા જોવા મળે છે. તેઓ હસીને એકબીજાનું અભિવાદન કરે છે અને વાતચીત કરતા આગળ વધે છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ નજીકમાં જ ઊભા છે, પરંતુ કોઈએ તેમના પર ખાસ ધ્યાન આપ્યું નથી.
This video of the priest king is going hard 🔥💀 pic.twitter.com/VSBaCeZOhS
— Truth Vibe ⭐ (@GlobeStoryHQ) September 1, 2025
ઘણા રાજકીય નિષ્ણાતો આ દૃશ્યને વર્તમાન વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ અને પાકિસ્તાન સાથેના તેના સંબંધોમાં રહેલી રાજકીય દૂરીનું પ્રતીક માની રહ્યા છે.
આ પણ વાંચો : China SCO Summit: પાકિસ્તાની PMની હાજરીમાં પહેલગામ હુમલાની નિંદા, સભ્ય દેશોએ કહ્યું- આતંકવાદીઓને સજા આપવી જરૂરી
મોદી-પુતિનની દ્વિપક્ષીય વાર્તા પર દુનિયાની નજર
આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ, આતંકવાદ અને વેપાર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ભારત આ મંચનો ઉપયોગ મધ્ય એશિયા અને પડોશી દેશો સાથેના સંબંધો મજબૂત કરવા માટે કરી રહ્યું છે. પીએમ મોદી અને પુતિનની આ મૈત્રીપૂર્ણ મુલાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ધ્યાન મળ્યું છે, જ્યારે શહબાઝ શરીફની હાજરી લગભગ બિનઅસરકારક રહી.
પીએમ મોદીએ પુતિન સાથે મુલાકાત બાદ તસવીરો શેર કરીને લખ્યું કે, "પુતિનને મળીને હંમેશા ખુશી થાય છે." આ મૈત્રીપૂર્ણ વાતચીત તેમની દ્વિપક્ષીય બેઠક પહેલા થઈ હતી, જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ દ્વિપક્ષીય વાર્તા પર આખી દુનિયાની નજર છે.
આ પણ વાંચો : China SCO Summit: PM મોદી-જિનપિંગ-પુતિનની મિત્રતા, આ તસવીરો ટ્રમ્પનું બ્લડ પ્રેશર વધારી શકે છે!


