Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Monsoon 2025 : પંજાબ-હરિયાણા-ઓડિશા સહિતના રાજ્યોને વરસાદ આજે ઘમરોળશે

આજે પંજાબ, હરિયાણા, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ પડી શકે છે મધ્યમ વરસાદ.
monsoon 2025   પંજાબ હરિયાણા ઓડિશા સહિતના રાજ્યોને વરસાદ આજે ઘમરોળશે
Advertisement
  • આજે ઉત્તર ભારતના રાજ્યોને વરસાદ ઘમરોળશે
  • પંજાબ-હરિયાણામાં થશે બારે મેઘ ખાંગા
  • દિલ્હીમાં હજૂ પણ વરસાદી પાણીથી સ્થિતિ બદતર બનેલ છે

Monsoon 2025 : સમગ્ર ભારતમાં ચોમાસુ જામ્યું છે. આજે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ (Heavy rain) પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં ભારે વરસાદ થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારત, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, કોંકણ અને ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજધાની દિલ્હીમાં હજૂ પણ સ્થિતિ બદતર

ભારે વરસાદથી દિલ્હી-એનસીઆર જેવો સતત ધબકતો વિસ્તાર થંભી ગયો છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારત મંડપમ (Bharat Mandapam), ઝિલમિલ અંડરપાસ, કૃષ્ણા નગર, ITO, આઉટર રિંગ રોડ, કાલકાજી, આશ્રમ, વઝીરાબાદ, અક્ષરધામ અને મથુરા રોડ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. RTR રોડ અને NH-48 પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. ઝાખીરા અંડરપાસ અને રોડ નંબર 40 પર પાણી ભરાઈ જવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Himachal Pradesh: હિમાચલમાં વરસાદને કારણે ભૂસ્ખલન,85 લોકના મોત

રેડ એલર્ટ અપાયું

ગત મોડી રાત્રે નજફગઢમાં 60 મીમી, આયા નગરમાં 50.5 મીમી, પ્રગતિ મેદાનમાં 37 મીમી અને ઉત્તર કેમ્પસમાં 22 મીમી વરસાદ નોંધાયો હતો. સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં માત્ર 1.4 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટમાં કન્વર્ટ કરવું પડ્યું છે. વિભાગે લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. દિલ્હીના પીડબ્લ્યુડી કંટ્રોલ રૂમને અત્યાર સુધી પાણી ભરાવાની કુલ 29 ફરિયાદો મળી હતી. જ્યારે એનડીએમસીને એક ફરિયાદ મળી હતી. વહીવટીતંત્રે ડ્રેનેજ માટે ટીમો તૈનાત કરી છે.

આ પણ વાંચોઃ Gurugram માં ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ ઘરમાં જ મારી ગોળી

Tags :
Advertisement

.

×