Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Monsoon Session 2025 : બિહારમાં મતદાર યાદી સમીક્ષાને લીધે જબરદસ્ત હોબાળો મચ્યો, બંને ગૃહો સ્થગિત કરવા પડ્યા

ચોમાસુ સત્રમાં આજે બિહારમાં મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) નો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. વાંચો વિગતવાર.
monsoon session 2025   બિહારમાં મતદાર યાદી સમીક્ષાને લીધે જબરદસ્ત હોબાળો મચ્યો  બંને ગૃહો સ્થગિત કરવા પડ્યા
Advertisement
  • આજે ચોમાસુ સત્રમાં બંને ગૃહોમાં વિપક્ષોએ મચાવ્યો હંગામો
  • ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ
  • આજે રાજ્યસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટી (BAC) ની બેઠક યોજાશે

Monsoon Session 2025 : આજે બુધવારે સંસદના ચોમાસુ સત્રમાં રાજકીય ખેંચતાણ સાથે લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી શરૂ થઈ હતી. જોકે વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે, બંને ગૃહો થોડીવારમાં બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. આજે બાકીના દિવસે સરકાર અને વિપક્ષ વચ્ચે બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર, બિહાર ચૂંટણી મતદાર યાદી જેવા અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર ખેંચતાણ થવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બપોરે 12:30 કલાકે બેઠક પણ યોજાવાની છે.

કાર્યવાહી શરુ થતાં જ સ્થગિત કરાઈ

મંગળવારે થયેલા હોબાળાને કારણે, બંને ગૃહોને આખા દિવસ માટે સ્થગિત કરવા પડ્યા હતા. મંગળવારે, વિપક્ષી નેતાઓએ સંસદના 'મકર દ્વાર' ની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન ચૂંટણી પંચ પર બિહાર મતદાર યાદીના મુદ્દા પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા અગ્રણી નેતાઓ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવતા પ્લેકાર્ડ અને પોસ્ટર લહેરાતા જોવા મળ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ SIR અભિયાન અને ધનખરના રાજીનામા પર ચર્ચાની માંગણી કર્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. જેના પરિણામે આજે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાના થોડા જ મિનિટોમાં મુલતવી રાખવામાં આવી હતી.

Advertisement

Advertisement

બંને ગૃહોમાં હોબાળો મચ્યો

લોકસભાની કાર્યવાહી નિર્ધારિત સમયે શરૂ થઈ હતી. પ્રશ્નકાળ દરમિયાન રેલવે સંબંધિત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બિહારના JDU સાંસદ લવલી આનંદે રેલવે સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન, વિપક્ષી સાંસદોનો હોબાળો ચાલુ રહ્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને સંસદની ગરિમા જાળવવા વિનંતી કરી હતી પરંતુ હોબાળો ઓછો થયો નહીં. બાદમાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. રાજ્યસભામાં પણ આવી જ સ્થિતિ રહી. વિપક્ષી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર બાદ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાના થોડા જ મિનિટોમાં બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  Delhi-NCR માં ચોમાસાનો કહેર! ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ

બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, વિપક્ષ સંસદની અંદર અને બહાર આ મુદ્દાનો સખત વિરોધ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, આ આંદોલન સતત ચાલુ રહેશે. ચૂંટણી પંચ સુનાવણી ન કરે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. વિપક્ષના સાંસદોએ સંસદ પરિસરમાં બિહારમાં મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કર્યો. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા.

આ પણ વાંચોઃ  દેશને નવા ઉપરાષ્ટ્રપતિ ક્યારે મળશે? ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્તે સમજાવી સંપૂર્ણ પ્રક્રિયા

Tags :
Advertisement

.

×