Monsoon Session : એસ. જયશંકરે ઓપરેશન સિંદૂરની રજૂઆત દરમિયાન પાકિસ્તાન અને કોંગ્રેસને આડેહાથ લીધા
- સિંધુ જળ સંધિ ભારતે સ્થગિત કરી તે મહત્વનો નિર્ણય છે - S. Jaishankar
- DGMO ચેનલ દ્વારા પાકિસ્તાન સાથે વાત કરી - S. Jaishankar
- મોદી સરકારના પ્રયાસોને કારણે પાકિસ્તાનનો ચહેરો દુનિયા સમક્ષ આવ્યો
Monsoon Session : રાજ્યસભામાં આજે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) એ ધારદાર રજૂઆતો કરી હતી. વિદેશ મંત્રીએ પહલગામ હુમલા પછી સરકારે જે વળતો જવાબ આપ્યો તેની વિશદ રજૂઆત કરી હતી. તેમણે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) ને સ્થગિત કરવાના નિર્ણયને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. વિદેશ મંત્રીએ પોતાના સંબોધન દરમિયાન પાકિસ્તાન અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
DGMO ચેનલ દ્વારા પાકિસ્તાન સાથે વાત કરી - એસ જયશંકર
આજે રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) એ ઓપરેશન સિંદૂર વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારા લક્ષ્યો નક્કી હતા. અમે કાર્યવાહી કરી અને એ પણ સ્પષ્ટ કર્યુ કે ભારત કોઈની મધ્યસ્થી સ્વીકારશે નહીં. જો વાત થશે તો તે ફક્ત DGMO ચેનલ દ્વારા જ થશે. પાકિસ્તાનના DGMO એ અમારા DGMO સાથે વાત કરી અને હુમલો રોકવા માટે વિનંતી કરી હતી.
UNSC રિપોર્ટ દ્વારા પાકિસ્તાનનો પર્દાફાશ
વિદેશ મંત્રી એ પોતાની રજૂઆતમાં આગળ કહ્યું કે, આપણે એક કે બે વર્ષ કે 10 વર્ષથી નહીં પરંતુ 1947 થી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. દુનિયાએ ભારતમાં આતંકવાદી હુમલા જોયા છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આનાથી પાકિસ્તાનનો પર્દાફાશ થયો છે. અમે તહવ્વુર રાણા (Tahawwur Rana) ને લાવ્યા. અમે 26/11 ના ગુનેગારને લાવ્યા. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી રાજદ્વારીતા સફળ રહી. અમેરિકાએ TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યુ છે. વિપક્ષ પર વાકપ્રહાર કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન એવું કહેવામાં આવતું હતું કે, બંને દેશો આતંકવાદથી પીડાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Madhya Pradesh : ગુનામાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર થયો
મોદી સરકારમાં આવેલ પરિવર્તન
રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત દેશમાં મોદી સરકારથી કેવા પરિવર્તનો આવ્યા છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત વર્ષોથી સરહદ પાર આતંકવાદનો ભોગ બની રહ્યું છે. જ્યારે પણ મુંબઈમાં તાજ એટેક, ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થાય છે અને થોડા મહિના પછી કોંગ્રેસ કહે છે કે, જે થઈ ગયું તે થઈ ગયું ચાલો વાત કરીએ. છેલ્લા દાયકામાં અમે આતંકવાદને વૈશ્વિક એજન્ડા બનાવ્યો. આ મોદી સરકારના પ્રયાસોને કારણે થયું. આજે આતંકવાદીઓને ભંડોળ મળતું બંધ થઈ ગયું છે.
સિંધુ જળ સંધિ સ્થગિત કરી
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) પછી સરકારે લીધેલા મહત્વના નિર્ણયો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા. સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરી. લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. ભારતે આતંકવાદનો ભોગ લીધો. આ તુષ્ટિકરણની કિંમત હતી. આ સંધિ મોદી સરકારે અટકાવી હતી. દુનિયાએ જોયું કે ભારતે કેવી પ્રતિક્રિયા આપી. અમારા નિશાન આતંકવાદીઓ અને તેમના ઠેકાણા હતા. અમે પાકિસ્તાનનો ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર કર્યો.
#WATCH | Delhi | On Indus Water Treaty, EAM Dr S Jaishankar says, "... The Indus Water Treaty will be held in abeyance until Pakistan irrevocably gives up its support of terrorism... Blood and water will not flow together..." pic.twitter.com/XtSAcDlw8d
— ANI (@ANI) July 30, 2025
આ પણ વાંચોઃ Gujarat ATS દ્વારા મોટી કાર્યવાહી, અલ કાયદાની મહિલા આતંકવાદી શમા પરવીનની ધરપકડ


