ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Heavy Rain : ચોમાસાની ધમાકેદાર શરૂઆત, અડધા ભારતમાં ભારે વરસાદ

ચોમાસાની શરૂઆત ઘમાકેદાર અંદાજમાં થઇ છે. દેશના અડધાથી વધુ ભાગમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, અને વિવિધ રાજ્યોમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ આ વરસાદે ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત આપી છે, ત્યાં બીજી તરફ ભારે વરસાદે કેટલાક રાજ્યોમાં લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
11:54 AM Jun 19, 2025 IST | Hardik Shah
ચોમાસાની શરૂઆત ઘમાકેદાર અંદાજમાં થઇ છે. દેશના અડધાથી વધુ ભાગમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, અને વિવિધ રાજ્યોમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ આ વરસાદે ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત આપી છે, ત્યાં બીજી તરફ ભારે વરસાદે કેટલાક રાજ્યોમાં લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
Heavy Rain in India

Rain in India : ચોમાસાની શરૂઆત ઘમાકેદાર અંદાજમાં થઇ છે. દેશના અડધાથી વધુ ભાગમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, અને વિવિધ રાજ્યોમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ આ વરસાદે ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત આપી છે, ત્યાં બીજી તરફ ભારે વરસાદે કેટલાક રાજ્યોમાં લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવામાન વિભાગે આજે દેશના લગભગ અડધા ભાગમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે, જેમાં ઝારખંડ, મધ્ય ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં ચોમાસું હજુ પહોંચ્યું નથી, પરંતુ ચોમાસા પહેલાના વરસાદે થોડી રાહત આપી છે.

દેશભરમાં વરસાદની સ્થિતિ

હવામાન વિભાગના નવીનતમ અપડેટ અનુસાર, ઝારખંડમાં આજે અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે, જ્યારે મધ્ય ભારત અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહારના કેટલાક ભાગો, ઝારખંડ, ઓડિશા, પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલે,ન્ડ, મણીપુર અને મિઝોરમમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, આ રાજ્યોના કેટલાક વિસ્તરોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. ચક્રવાતી પવનોના કારણે દિલ્હી, ગુજરાત અને દક્ષિણ ભારતમાં તોફાનની શક્યતા છે, જેના પગલે હવામાન વિભાગે 23 જૂન સુધી દેશભરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

મુંબઈમાં મુશળધાર વરસાદની આગાહી

મુંબઈમાં મોડી સાંજથી વરસાદનો સિલસિલો શરૂ થયો છે, અને હવામાન વિભાગે આજે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે ભારે વરસાદનો સંકેત આપે છે. આ સાથે, મુંબઈ, થાણે અને પાલઘર માટે યેલો એલર્ટ જારી કરાયું, જે હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવે છે. મુંબઈમાં વરસાદને કારણે નીચાણવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ શકે છે.

દિલ્હીમાં હવામાનની સ્થિતિ

રાજધાની દિલ્હીમાં ચોમાસા પહેલાંના વરસાદે ગરમી અને ઉકળાટથી થોડી રાહત આપી છે. હવામાન વિભાગે આજે દિલ્હીમાં મધ્યમ શ્રેણીના વરસાદની આગાહી કરી છે, અને દિવસભર આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. IMD અનુસાર, સાંજે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેની સાથે વાવાઝોડું અને ધૂળવાળા જોરદાર પવનો ફૂંકાઈ શકે છે. રાત્રે તોફાનની સાથે ભારે વરસાદની પણ સંભાવના છે. આ વરસાદ દિલ્હીવાસીઓ માટે ગરમીથી રાહત લઈને આવશે, પરંતુ ભારે વરસાદના કારણે ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

આ પણ વાંચો :  ગાંધીનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, મહાત્મા મંદિર અંડરપાસ પાણીમાં ગરકાવ

Tags :
Assam Arunachal rainCentral India weatherCyclonic winds IndiaDelhi MonsoonDelhi Monsoon UpdateDelhi pre-monsoon rainDust storm DelhiFlood risk MumbaiGujarat FirstGUJARAT FIRST NEWSGujarat monsoon alertHardik Shahheavy rainHeavy Rainfall AlertIMD Weather ForecastIndia monsoon updateJharkhand heavy rainKonkan Goa rainMaharashtra orange alertMonsoonMonsoon 2025Mumbai heavy rainfallNortheast India rainfallOdisha weather updateOrange and yellow alerts IndiaPre-monsoon showersRainrain todayRainfallThunderstorm alert DelhiToday RainUrban flooding alertWaterlogging issues India
Next Article