Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે 35,000થી વધુ મહિલાઓએ અથર્વશીર્ષનો પાઠ કર્યો

સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર આવેલુ છે જ્યાં ભક્તો દૂર-દૂરથી  ભાવપૂર્વક શીશ નમાવવા આવે છે. આજે વહેલી સવારે પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે 35,000થી વધુ મહિલાઓ એકઠી...
પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે 35 000થી વધુ મહિલાઓએ અથર્વશીર્ષનો પાઠ કર્યો
Advertisement

સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર આવેલુ છે જ્યાં ભક્તો દૂર-દૂરથી  ભાવપૂર્વક શીશ નમાવવા આવે છે. આજે વહેલી સવારે પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે 35,000થી વધુ મહિલાઓ એકઠી થઈ અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કર્યો. આનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા ગણેશચતુર્થી ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

Advertisement

મુંબઈમાં લાલબાગના રાજાની થઇ પધરામણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં લાલબાગના રાજા, માટુંગામાં જીએસબી સેવા મંડળના ગણપતિ અને અનેક પ્રખ્યાત ગણેશ મંડળોના ગણપતિના દર્શન કરવા માટે માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે તેવી શક્યતા છે. આ ભીડને પહોંચી વળવા માટે જુદી જુદી સરકારી એજન્સીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ આદરી દીધી છે. પરેલ-લાલબાગ વિસ્તારમાં ઉમટી પડનારા લાખો લોકો માટે આડશો, રસ્તાના ડિમાર્કેશન સહિતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વિસ્તારોમાં ટ્રાફિક તથા ભીડ મેનેજમેન્ટ માટે પોલીસને ફરજ પણ સોંપાઈ ચૂકી છે.

Advertisement

પંડાલોમાં બાપ્પાની મૂર્તિનું આગમન થઈ ગયુ છે

શહેરમાં અનેક પંડાલોમાં બાપ્પાની મૂર્તિનું આગમન થઈ ગયુ છે ઢોલ તાશા અને મંત્રોચ્ચારની ગુંજ સાથે મૂર્તિઓ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવી છે. સંખ્યાબંધ સોસાયટીઓમાં ગણેશ પ્રતિમા લાવવામાં આવી છે. ઢોલ નગારાંના નાદ સાથે ,ગુલાલની છોળો ઉડાડતા અને મ્યુઝિક સિસ્ટમના ધમધમાટ વચ્ચે ગણેશ પ્રતિમાઓ લાઈનસર નીકળતાં માર્ગો પર અનેરો માહોલ રચાયો હતો.

આ  પણ  વાંચો -બેંગલુરુ બાયોલોજિકલ પાર્કમાં ફેલાયો વાયરસ, દીપડાના 7 બચ્ચાના મોત

Tags :
Advertisement

.

×