આ મીઠાઈ છે કે સોનાની લગડી ? જ્યપુરની Sweetનો ભાવ જાણીને ઉડી જશે હોશ!
- દિવાળીમાં જયપુરની મીઠાઈની અનોખી રોનક (Most Expensive Sweet Diwali)
- સ્વર્ણ પ્રસાદમ નામની મીઠાઈ બની સૌથી મોંઘી
- સ્વર્ણ પ્રસાદ નામની મીઠાઈની કિંમત 1,11,000
- મિયમ મટીરિયલ અને ભવ્ય પેકેજિંગનું આકર્ષણ
Most Expensive Sweet Diwali : 24 કેરેટ ગોલ્ડ ઍશ અને ચિલગોઝાના ઉપયોગથી બનેલી આ મીઠાઈને જ્વેલરી બૉક્સમાં પૅક કરાય છે, જે ધનિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. દીપાવલીના પવિત્ર તહેવાર પર ભારતીય બજારો રંગબેરંગી રોશનીઓ અને વિવિધ પ્રકારની મીઠાઈઓથી ઝગમગી ઉઠ્યા છે. પરંતુ આ વર્ષે જયપુરની એક મીઠાઈની દુકાને લક્ઝરીયસનો એવો તડકો લગાવ્યો છે કે તે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
આ તહેવારી સીઝનમાં 'સ્વર્ણ પ્રસાદમ' (Swarna Prasadam) નામની મીઠાઈએ માત્ર સ્વાદમાં જ નહીં, પણ કિંમતના મામલામાં પણ તમામ રેકોર્ડ તોડી દીધા છે, જેનાથી તે ભારતની સૌથી મોંઘી મીઠાઈ (Most Expensive Sweet in India) બની ગઈ છે.
'સ્વર્ણ પ્રસાદમ'ની ચોંકાવનારી કિંમત (Most Expensive Sweet Diwali)
જયપુરની આ દુકાને લૉન્ચ કરેલી આ સુપર સ્પેશિયલ સ્વીટ 'સ્વર્ણ પ્રસાદમ'ની કિંમત સાંભળીને સામાન્ય માણસના હોશ ઉડી શકે છે. આ મીઠાઈની કિંમત રૂ.1,11,000 (એક લાખ અગિયાર હજાર રૂપિયા) નક્કી કરવામાં આવી છે. દુકાનના માલિક અંજલિ જૈનએ પુષ્ટિ કરી છે કે આ મીઠાઈ આજે ભારતની સૌથી મોંઘી મીઠાઈ છે. તેની આટલી ઊંચી કિંમત પાછળ તેનું પ્રીમિયમ મટીરિયલ અને ભવ્ય પેકેજિંગ છે.
આ મીઠાઈને ખાસ શું બનાવે છે? (Most Expensive Sweet Diwali)
'સ્વર્ણ પ્રસાદમ' માત્ર એક મીઠાઈ નહીં, પણ એક લક્ઝરીનું પ્રતીક છે. તેની ખાસિયતો નીચે મુજબ છે:
24 કેરેટ ગોલ્ડ ઍશ અને શુદ્ધ સોનાનો વરખ: મીઠાઈનું સૌથી ખાસ તત્વ તેમાં મિલાવેલો 24 કેરેટ ખાવાલાયક સોનું (Edible Gold), જેને 'ગોલ્ડ ઍશ' અથવા સોનાની રાખ કહે છે. અંજલિ જૈનના મતે, આ ગોલ્ડ ઍશ ભારતીય આયુર્વેદિક પરંપરાઓમાંથી લેવામાં આવી છે. ઉપરાંત, મીઠાઈ પર જૈન મંદિરમાંથી ખરીદેલું પશુ ક્રૂરતા-મુક્ત (Animal Cruelty Free) સોનાનો વરખ (Gold Vark) લગાવવામાં આવ્યો છે, જે તેની શુદ્ધતા વધારે છે.
#WATCH | Jaipur, Rajasthan | A sweet shop in Jaipur launches a sweet named 'Swarn Prasadam' priced at Rs 1,11,000 infused with 24 carat edible gold, known as Gold ashes or 'Swarn Bhasma' pic.twitter.com/qrZSaYFCn2
— ANI (@ANI) October 18, 2025
સૌથી મોંઘો ડ્રાયફ્રૂટ: ચિલગોઝા: આ મીઠાઈના બેઝ માટે જે મુખ્ય સામગ્રીનો ઉપયોગ થયો છે, તે છે ચિલગોઝા (પાઇન નટ્સ) (Chilgoza / Pine Nuts). ચિલગોઝા આજના સમયના સૌથી મોંઘા અને પ્રીમિયમ ડ્રાયફ્રૂટમાં ગણાય છે. આ ઉપરાંત, મીઠાઈને કેસરના એક સ્તરથી ઢાંકવામાં આવી છે.
જ્વેલરી બૉક્સ જેવું પેકેજિંગ: આ પ્રીમિયમ મીઠાઈનું પેકેજિંગ પણ તેની કિંમતને અનુરૂપ છે. અંજલિ જૈન અનુસાર, તેને એક જ્વેલરી બૉક્સ (Jewellery Box) (Jewellery Box Packaging) માં પૅક કરવામાં આવે છે, જે તેને ભેટને બદલે એક કિંમતી કલાકૃતિ જેવો અનુભવ આપે છે.
#WATCH | Jaipur, Rajasthan | Owner of the sweet outlet selling Swarn Prasadam, Anjali Jain says, "Today, this sweet is the most expensive sweet in India. Its price is Rs 1,11,000. Its appearance and packaging are also very premium. It is packed in a jewellery box and its making… https://t.co/4rBqteHO99 pic.twitter.com/gHOcXyWYrE
— ANI (@ANI) October 18, 2025
'સ્વર્ણ પ્રસાદમ' માત્ર એક મીઠાઈ નથી, પરંતુ તહેવારી સિઝનમાં ધનિકો માટેનો એક ખાસ અનુભવ છે, જેણે ભારતીય બજારમાં મીઠાઈની લક્ઝરીને એક નવા મુકામ પર પહોંચાડી દીધી છે.
દુકાનમાં ઉપલબ્ધ અન્ય સોનાથી સજેલી મીઠાઈઓ (Other Gold Sweets)
- પિસ્તા લૌન્જ: રૂ.7,000 પ્રતિ કિલો
- કાજૂ કતરી: રૂ.3,500 પ્રતિ કિલો
- લડ્ડુ અને રસમલાઈ: રૂ.2,500 પ્રતિ કિલોના પ્રીમિયમ સંસ્કરણ
આ પણ વાંચો : Gondal : 350 વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરનું નવનિર્માણ, ધનતેરસે દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ મૂકાયું


