MP Accident: સફાઈ માટે કૂવામાં ઉતરેલાં 8 લોકોના કમકમાટીભર્યાં મોત!
- મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના.
- કૂવામાં ઉતરેલાં આઠ લોકોના મોત
- કૂવામાંથી છ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
MP Accident: મધ્યપ્રદેશના ખંડવા (Khandwa accident)જિલ્લામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કૂવામાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા છે. તેમાંથી 6 લોકોના મૃતદેહ બહાર (MP Accident)કાઢવામાં આવ્યા છે. આ ઘટના ગુરુવારે સાંજે છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન માટે કૂવાની સફાઈ કરવામાં આવી રહી હતી. જેના માટે 8 લોકો કૂવામાં ઉતર્યા હતા.
કૂવો સાફ કરવા ઉતર્યાં હતા લોકો
કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે, જેના કારણે કૂવો કળણ બની ગયો છે. આ સાફ કરવા માટે 8 લોકો નીચે આવ્યા હતા. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ઝેરી ગેસ બનવાને કારણે આ લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જેના કારણે બધાના મોત થયા. મૃતકોમાં રાકેશ પિતા હરી, વાસુદેવ પિતા આસારામ, અર્જુન પિતા ગોવિંદ, ગજાનંદ પિતા ગોપાલ, મોહન પિતા મનસારામ, અજય પિતા મોહન, શરણ પિતા સુખરામ, અનિલ પિતા આત્મારામનો સમાવેશ થાય છે.
Khandwa, Madhya Pradesh: A tragic accident occurred during the Gangaur festival in Khandwa district, where eight villagers drowned in a well while cleaning it for the immersion ritual. So far, seven bodies have been recovered pic.twitter.com/PFHlbTv3Np
— IANS (@ians_india) April 3, 2025
આ પણ વાંચો -lalu Yadav :સંસદમાં નથી, નહીંતર હું એકલો જ...' અમિત શાહના નિવેદન પર લાલુ યાદવનો વળતો જવાબ
150 વર્ષ જુનો છે કૂવો
આ કૂવો 150 વર્ષ જુનો છે અને કોઈ ધાર્મિક કાર્યક્રમના ભાગરુપે કૂવાની સફાઈ માટે લોકો અંદર ઉતર્યાં હતા પરંતુ અંદર મિથેન નામનો ઝેરી ફેલાયો હતો જે શ્વાસમાં લેતા તત્કાળ મોત થાય છે.
આ પણ વાંચો -Waqf bill : વક્ફ સુધારા બિલ વચ્ચે નીતિશ કુમારને મોટો ઝટકો,વરિષ્ઠ નેતા આપ્યું રાજીનામું આપ્યું
મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત
સાથે જ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રાહત રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટર ઋષભ ગુપ્તાએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ મૃતકોને 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટર ઋષભ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી સાંજે લગભગ 4 વાગ્યે મળી હતી. પહેલી નજરે એવું લાગે છે કે કૂવામાં ઝેરી ગેસના કારણે આ અકસ્માત થયો છે. મૃતદેહોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.


