Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MPના CMનો હોટ એર બલૂનમાં સવાર થતા પહેલાં મોટો અકસ્માત ટળ્યો, લાગી આગ

મધ્યપ્રદેશના મંદસૌરમાં સીએમ મોહન યાદવના હોટ એર બલૂનમાં ઉડાન પહેલા જ આગ લાગી. જુઓ કેવી રીતે સુરક્ષાકર્મીઓએ તત્પરતા બતાવી CMનો જીવ બચાવ્યો.
mpના cmનો હોટ એર બલૂનમાં સવાર થતા પહેલાં મોટો અકસ્માત ટળ્યો  લાગી આગ
Advertisement
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ માંડ માંડ બચ્યા (CM Mohan Yadav accident)
  • મંદસૌર ખાતે હેટ એર બલૂનમાં સવાર થતા દુર્ઘટના બની
  • હોટ એર બલૂનમાં સવાર થતા પહેલાં લાગી આગ
  • હાજર સુરક્ષા ગાર્ડ્સે સમગ્ર પરિસ્થિતિ સંભાળી લીધી

CM Mohan Yadav accident : મધ્યપ્રદેશના મંદસૌરમાં શનિવારે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ એક મોટી દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા. મંદસૌર ખાતે સીએમ જે હોટ એર બલૂનમાં સવાર થવાના હતા, તેમાં ઉડાન ભરતા પહેલાં જ અચાનક આગ લાગી ગઈ. જોકે, ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે એક મોટો અકસ્માત ટળી ગયો અને સીએમનો વાળ પણ વાંકો ન થયો.

શનિવારે સવારે મુખ્યમંત્રી મોહન યાદવ ગાંધી સાગર ફોરેસ્ટ રિટ્રીટ ખાતે પહોંચ્યા હતા અને અહીં બોટિંગનો આનંદ લીધો હતો. આ પછી, તેઓ મંદસૌરના સાંસદ સુધીર ગુપ્તા સાથે હોટ એર બલૂનની રોમાંચક સફર માટે નીકળી રહ્યા હતા. પરંતુ, પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધુ હોવાને કારણે બલૂન ઊડી શક્યો નહીં. આ દરમિયાન, જ્યારે બલૂનમાં હવા ભરવામાં આવી રહી હતી, ત્યારે જ તેના નીચેના ભાગમાં અચાનક આગ લાગી ગઈ.

Advertisement

Advertisement

અકસ્માત ટળવાનું કારણ (CM Mohan Yadav accident )

બલૂન એક્સપર્ટના જણાવ્યા મુજબ, હોટ એર બલૂનને ઉડાવવા માટે પવનની ગતિ લગભગ શૂન્ય હોવી જોઈએ, જે સવારે 6 થી 7:30 વાગ્યાની વચ્ચે સામાન્ય રીતે રહે છે. પરંતુ જ્યારે સીએમ સવાર થવાના હતા, ત્યારે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હતી, જેના કારણે બલૂન ઉપર જઈ શક્યો નહીં. હવા ભરતી વખતે પવનના કારણે તે નીચેની તરફ ઝૂકી ગયો, જેનાથી તેના નીચેના ભાગમાં આગ લાગી. આ ઘટનાના સમયે સીએમ બરાબર બલૂનની નીચે જ ઊભા હતા.

હાજર ગાર્ડ્સે પરિસ્થિતિ સંભાળી

જોકે, ત્યાં હાજર સુરક્ષા ગાર્ડ્સ અને કર્મચારીઓએ તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી અને આગ પર કાબૂ મેળવી લીધો. સુરક્ષાકર્મીઓએ તત્પરતા બતાવીને ટ્રોલીને થામી રાખી અને આગને ફેલાતી અટકાવી. આ ઘટના બાદ સીએમનો હોટ એર બલૂનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સીએમ ડૉ. યાદવ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ગાંધીસાગરને પ્રવાસીઓ માટે સ્વર્ગ ગણાવ્યું

ઘટના બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, "ગાંધીસાગર એક મહાસાગર સમાન છે. અહીં કુદરતી રીતે વન્યજીવ સંપત્તિ પણ છે. હું અહીં રાત્રિ રોકાણ પણ કર્યો હતો અને વોટર એક્ટિવિટીમાં પણ સામેલ થયો હતો. આ સ્થળ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. જ્યારે ભારતમાં આવી સુંદર ધરોહરો અને સ્થળો છે, ત્યારે વિદેશ જવાની જરૂર શું છે?" આ અકસ્માતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સુરક્ષાના નિયમોનું પાલન કરવું કેટલું અગત્યનું છે.

આ પણ વાંચો : PM Modi Mizoram visit : મિઝોરમ ભારતીય રેલવે સાથે જોડાયું, PM મોદીએ આપી 8070 કરોડની ભેટ

Tags :
Advertisement

.

×