Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MP Diamond Mines: એક હીરાએ પલટી કિસ્મત ! શ્રમિક રાતોરાત થયો માલામાલ

કૃષ્ણા કલ્યાણપુર પટ્ટીની હીરાની ખાણ શ્રમિક ખોદકામ દરમિયાન  હીરો મળી આવ્યો અંદાજિત કિંમત 40 લાખ રૂપિયાથી વધારે MP Diamond Mines : કહેવાય છેને નસીબ ક્યાં અને ક્યારે કામ કરી જાય તે કોઇ નથી જાણતું. આવુ જ એમપીમાં રહેનારા એક...
mp diamond mines  એક હીરાએ પલટી કિસ્મત   શ્રમિક રાતોરાત થયો માલામાલ
Advertisement
  • કૃષ્ણા કલ્યાણપુર પટ્ટીની હીરાની ખાણ
  • શ્રમિક ખોદકામ દરમિયાન  હીરો મળી આવ્યો
  • અંદાજિત કિંમત 40 લાખ રૂપિયાથી વધારે

MP Diamond Mines : કહેવાય છેને નસીબ ક્યાં અને ક્યારે કામ કરી જાય તે કોઇ નથી જાણતું. આવુ જ એમપીમાં રહેનારા એક શ્રમિક સાથે થયુ છે. આ શ્રમિકનું નામ માધવ. માધવની કિસ્મત એવી રાતો રાત પલટી કે એક જ દિવસમાં તે લખપતિ બની ગયો. આવો જાણીએ એવો તો શું થયુ રાતો રાત..

કિસ્મત ચમકી અને માધવ લખપતિ બની

ત છે કૃષ્ણા કલ્યાણપુર પટ્ટીની હીરાની ખાણની. અહીં એક આદિવાસી શ્રમિક માધવ ખાણમાં પાવડા વડે ખોદકામ કરી રહ્યો હતો ત્યારે 11 કેરેટ અને 95 સેન્ટની કિંમતનો હીરો મળી આવ્યો. આ કોઇ નાનો મોટો હીરો ન હતો. તેની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયાથી વધારે છે. કહેવામાં આવી રહ્યું છે કે માધવ હજી તો પહેલીવાર જ ખોદકામ માટે ગયો હતો ત્યાં જ તેની કિસ્મત ચમકી અને માધવ લખપતિ બની ગયો.

Advertisement

આ પણ  વાંચો -Maharashtra શિવસેનાના MLAની લાફાવાળી, દાળ પર ઉકળ્યા નેતાજી

Advertisement

હીરાને કાર્યાલયમાં જમા કરાવ્યો

શ્રમિક માધવે નિયમાનુસાર હીરાને કાર્યાલયમાં જમા કરાવી દીધો. હવે આ હીરાની હરાજી થશે. હરાજીની રકમમાં 12.5 ટકા રોયલ્ટી કપાશે અને બાકીની રકમ શ્રમિક માધવને આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે હીરો કૃષ્ણા કલ્યાણપુર પટ્ટીની ઉથલી ખાણમાં કામ કરનારા આદિવાસી યુવક માધવને આ હીરો મળ્યો હતો.

આ પણ  વાંચો -Indigo Airlines Flight : પટનાથી ઉડેલી ફ્લાઈટનું અચાનક કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

પન્ના જિલ્લામાં 12 લાખ કેરેટ હીરાનો ભંડાર

હીરા અધિકારી રવિ પટેલે જણાવ્યું કે આ હીરો એટલો સ્પષ્ટ અને કિમતી છે કે તેની અંદાજિત રકમ 40 લાખથી વધારે આંકવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે શ્રમિક માધવે તેને નિયમાનુસાર હીરાને નજીકના હીરા કાર્યાલયમાં જમા કરી દીધો છે. મહત્વનું છે કે મધ્યપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં આવેલા પન્ના જિલ્લામાં 12 લાખ કેરેટ હીરાનો ભંડાર હોવાનું અનુમાન છે.

Tags :
Advertisement

.

×