Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MPox : મંકીપોક્સ વાયરસને લઈને ભારતે શરૂ કરી તૈયારીઓ

કોરોના બાદ હવે મંકીપોક્સની આફત મંકીપોક્સના ટેસ્ટ માટે ત્રણ નવા કીટને મંજૂરી ભારતમાં મંકીપોક્સના 30 કેસ નોંધાયા મંકીપોક્સ વાયરસ સામે રસી બનાવવાની તડામાર તૈયારી MPox : કોરોનાવાયરસ (Coronavirus) થી હજુ માંડ દુનિયા બહાર આવી હોય તેવું લાગ્યું ત્યા સાંભળવા...
mpox   મંકીપોક્સ વાયરસને લઈને ભારતે શરૂ કરી તૈયારીઓ
Advertisement
  • કોરોના બાદ હવે મંકીપોક્સની આફત
  • મંકીપોક્સના ટેસ્ટ માટે ત્રણ નવા કીટને મંજૂરી
  • ભારતમાં મંકીપોક્સના 30 કેસ નોંધાયા
  • મંકીપોક્સ વાયરસ સામે રસી બનાવવાની તડામાર તૈયારી

MPox : કોરોનાવાયરસ (Coronavirus) થી હજુ માંડ દુનિયા બહાર આવી હોય તેવું લાગ્યું ત્યા સાંભળવા મળ્યું કે, એક નવો મંકીપોક્સ વાયરસ (New Monkeypox Virus) સામે આવ્યો છે. જેની ગંભીર અસર ભારતમાં જોવા ન મળે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, ભારતમાં મંકીપોક્સ (Monkeypox) ને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત દેશમાં ટેસ્ટિંગ કિટ (Testing Kit) બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ MPox ની તપાસ માટે ત્રણ સ્વદેશી ટેસ્ટિંગ કીટના ઉત્પાદનને મંજૂરી આપી છે. આ ટેસ્ટિંગ કિટ્સ સિમેન્સ હેલ્થકેર, ટ્રાન્સએશિયા ડાયગ્નોસ્ટિક્સ અને JITM C જીન દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

મંકીપોક્સથી બચવા દેશભરમાં કડક પગલાં

આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ RT-PCR કિટ વાયરસની તપાસ માટે પોક્સ રેશમાંથી પ્રવાહીના નમૂનાઓનો ઉપયોગ કરે છે. તેમણે માહિતી આપી કે, આ કિટ્સ ICMR દ્વારા માન્ય કરવામાં આવી હતી. જોકે, કિટનું કોઈ કોમર્શિયલ ઉત્પાદન થશે નહીં કારણ કે તેની કોઈ જરૂર નથી. આ ત્રણ માન્ય ટેસ્ટિંગ કિટ એ 6 પૈકીની છે જેને ICMR દ્વારા વાયરલ ચેપની તપાસ માટે મંજૂરી આપવામાં આવી છે. 2022માં ભારતમાં MPox ના પ્રથમ કેસ નોંધાયા બાદ ICMR એ કંપનીઓને ડાયગ્નોસ્ટિક્સ અને રસી વિકસાવવા હાંકલ કરી હતી. WHO દ્વારા MPOX ને વૈશ્વિક કટોકટી તરીકે જાહેર કરવાની જાહેરાત કર્યા પછી ટેસ્ટિંગ કિટની મંજૂરીની આ પ્રક્રિયા શરૂ થઈ છે. અગાઉ પણ જુલાઈ 2022 અને મે 2023 વચ્ચે, MPOX કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારે પણ તેને વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. ભારતમાં 2022 થી MPox ના 30 કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ માર્ચ 2024માં છે.

Advertisement

Advertisement

દેશમાં MPox ની રસી તૈયાર કરવામાં આવી રહી છે

જણાવી દઈએ કે, શરૂઆતમાં આ સંક્રમણ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારાઓમાં જ જોવા મળતું હતું. જોકે, બાદમાં તેના લક્ષણો અન્ય લોકોમાં પણ દેખાવા લાગ્યા. નોંધનીય છે કે દેશમાં MPox ની રસી પણ તૈયાર કરવામાં આવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર તે આ દિશામાં કામ કરી રહી છે. તેના હકારાત્મક પરિણામો એક વર્ષમાં અપેક્ષિત છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Mpox ફાટી નીકળવાના કારણે જાહેર કરાયેલી વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીના પગલે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ રોગની રસી વિકસાવવા પર કામ કરી રહી છે જેથી લાખો લોકો જીવન બચાવી શકાય છે.

આ પણ વાંચો:  Beware of Mpox : મંકીપોક્સ શું છે અને કેવી રીતે ફેલાય છે? જાણો તેના લક્ષણો વિશે

Tags :
Advertisement

.

×